For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતઃ વિધાનસભાનું બજેટ સત્રમાં 27 બેઠકો મળશે

11:09 AM Jan 23, 2025 IST | revoi editor
ગુજરાતઃ વિધાનસભાનું બજેટ સત્રમાં 27 બેઠકો મળશે
Advertisement

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી 19મી ફેબ્રુઆરીના રોજ મળશે. તેમજ નાણામંત્રી 20મી ફેબ્રુઆરીએ બજેટ રજુ કરશે. આ બજેટ સત્રમાં 27 બેઠકો મળશે. તેમજ વિવિધ વિધાયક રજુ કરવામાં આવશે.

Advertisement

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી તા. 19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે. 19 ફેબ્રુઆરીથી શરૂ થનાર બજેટ સત્ર 28 માર્ચ સુધી ચાલશે. જેમા કુલ 27 બેઠકો મળશે. 26 દિવસ ચાલનારા બજેટ સત્રમાં પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના સંબોધનથી શરૂઆત થશે. નાણા મંત્રી કનુભાઈ દેસાઈ સત્રના બીજા દિવસ 20મી ફેબ્રુઆરીએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, આ વર્ષે રજૂ કરવામાં આવનાર બજેટ વઘુ સુવિધાજનક અને રાજ્યની વિકાસની નવી દિશા આપનારું હશે. વર્ષ 2025 ગુજરાતની પ્રગતિ માટે માઈલ સ્ટોન સાબિત થશે. આ સત્રમાં સરકારી વિધેયકો, બિન સરકારી વિધેયકો, વિનિયોગ વિધેયક રજૂ થશે. આ ઉપરાંત માંગણીઓ અને પૂરક માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement