For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત વિધાનસભામાં પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ અપાઇ

06:21 PM Nov 14, 2024 IST | revoi editor
ગુજરાત વિધાનસભામાં પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ અપાઇ
Advertisement
  • વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ, અધિકારીઓ, કર્મચારીઓએ શ્રદ્ધાંજલિ અર્પી,
  • પંડિતજીને બાળકો વહાલા હતા, એટલે બાળદિન ઊજવાય છે,
  • નહેરૂજીના તૈલીચિત્રને દર વર્ષે પુષ્પાંજલિ અર્પવામાં આવે છે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે બુદ્ધિશાળી વ્યક્તિત્વ, કોમળ હૃદય અને નિખાલસ સ્વભાવ જેવા ગુણો ધરાવતા પંડિત જવાહરલાલ નહેરુની 135મી જન્મજયંતી નિમિત્તે તેમના તૈલચિત્રને વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ  ચેતન પંડ્યાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે ચાચા નહેરુના વ્હાલા એવા બાળકો, વિધાનસભાના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ પંડિત જવાહરલાલ નહેરુને પુષ્પાંજલિ આપી હતી.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ તા.14મી નવેમ્બર, 1889 ના રોજ અલ્લાહાબાદ મુકામે થયો હતો. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ બાળકોના પ્યારા હોવાથી તેમના જન્મદિનની બાળદિન તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે. તેમણે સને 1947  થી 1964  દરમિયાન ભારતના વડાપ્રધાન રહી ભારતની શાન દુનિયાભરમાં વધારી, પંચશીલના સિદ્ધાંતો આપ્યા હતા.  વ્યક્તિત્વનો વૈભવ, બુદ્ધિની તેજસ્વિતા, હૃદયની કોમળતા જેવા અમૂલ્ય ગુણોનો સંગમ ધરાવતું વ્યક્તિત્વ, બિનજોડાણવાદી નીતિ, અણુયુગનો સમન્વય, પંચવર્ષીય યોજના તેમની દેણ હતી. ઝડપી આર્થિક વિકાસ દ્વારા સામાજિક ન્યાય હાંસલ કરવા, સંપત્તિની ન્યાયિક વહેંચણી કરવા અને સમાનતા વધારવા તેમણે  અથાગ પ્રયત્નો કર્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement