હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતે એપ્રિલ 2025માં રૂપિયા 14,970 કરોડનો વિક્રમી GST વસૂલ કર્યો

03:21 PM May 04, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના કુશળ માર્ગદર્શન હેઠળ વિકાસના રોલ મોડલ તરીકે સમગ્ર વિશ્વમાં પોતાની વિશિષ્ટ ઓળખ ઊભી કરનાર ગુજરાતે એકવાર ફરીથી આર્થિક મોરચે પોતાની તાકાત દર્શાવી છે. નાણાં મંત્રાલય તરફથી જારી કરાયેલા છેલ્લા સત્તાવાર આંકડા મુજબ, એપ્રિલ 2025માં ગુજરાતની GST વસૂલાત વાર્ષિક ધોરણે 13 ટકાના ગ્રોથ સાથે ₹14,970 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ છે. આ માત્ર રાજ્યની મજબૂત બની રહેલી આર્થિક પ્રવૃત્તિઓને જ દર્શાવતું નથી, પણ રાજ્ય સરકારની વ્યવસાયો માટેની અનુકૂળ નીતિઓ અને કાર્યક્રમોની સફળતાનું પ્રતિબિંબ પણ છે. આ આંકડા ભારતના કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)માં ગુજરાતના મહત્વપૂર્ણ યોગદાનને પણ દર્શાવે છે.

Advertisement

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘વિકસિત ગુજરાત@2047’ના રોડમૅપ દ્વારા સ્વતંત્રતાની શતાબ્દી સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. ‘ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ’માં ટોપ અચીવર બનવાથી લઇને સ્ટાર્ટઅપ રેંકિંગમાં બેસ્ટ પર્ફોર્મરનો ખિતાબ પ્રાપ્ત કરનાર ગુજરાત આજે વૈશ્વિક વ્યાપાર પરિદૃશ્યમાં એક ચમકતો તારો બનીને ઉભરી આવ્યું છે.

ગુજરાતે 14,970 કરોડનું રેકોર્ડ GST કલેક્શન કર્યું

Advertisement

એપ્રિલ 2025માં ગુજરાતનું GST કલેક્શન ₹14,970 કરોડ રહ્યું છે, જે એપ્રિલ 2024ના ₹13,301 કરોડની સરખામણીએ 13 ટકાનો વધારો દર્શાવે છે. GST કલેક્શનના મામલે ગુજરાત મહારાષ્ટ્ર (₹41,645 કરોડ) અને કર્ણાટક (₹17,815 કરોડ) પછી દેશમાં ત્રીજા ક્રમે છે. જોકે, GST કલેક્શનના ગ્રોથની દ્રષ્ટિએ જોઇએ તો એપ્રિલ 2024માં મહારાષ્ટ્રનો ગ્રોથ 13 ટકા હતો, જે એપ્રિલ 2025માં ઘટીને 11 ટકા થયો છે. જ્યારે ગુજરાતે 13 ટકાનો પોતાનો ગ્રોથ જાળવી રાખ્યો છે. એટલું જ નહીં, નાણાંકીય વર્ષ 2024-25માં ગુજરાતે GSTમાંથી ₹73,281 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી હતી, જે નાણાંકીય વર્ષ 2023-24ના ₹64,133 કરોડની સરખામણીએ 14 ટકાનો વધારો દર્શાવે છે.

GST કલેક્શનમાં ગુજરાત અનેક મોટા રાજ્યો કરતા આગળ

ગુજરાતે ₹14,970 કરોડનું રેકોર્ડ GST કલેક્શન કરીને તમિલનાડુ (₹13,831 કરોડ), મધ્યપ્રદેશ (₹5,302 કરોડ), પશ્ચિમ બંગાળ (₹8,188 કરોડ), રાજસ્થાન (₹6,228 કરોડ), ઉત્તરપ્રદેશ (₹13,600 કરોડ), પંજાબ (₹3,104 કરોડ), હરિયાણા (₹14,057 કરોડ) અને બિહાર (₹2,290 કરોડ) જેવા અનેક રાજ્યો કરતા આગળ રહ્યું છે.

નાના અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરીએ તો, અરુણાચલ પ્રદેશમાં 66 ટકા, નાગાલેન્ડમાં 42 ટકા અને મેઘાલયમાં 50 ટકાનો ગ્રોથ થયો છે, જ્યારે લક્ષદ્વીપે 287 ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે. રાષ્ટ્રીય સ્તરે ભારત સરકારે એપ્રિલ 2025માં ₹2,36,716 કરોડની રેકોર્ડ GST આવક પ્રાપ્ત કરી છે, જે ગયા વર્ષની સમાન અવધિની સરખામણીએ 12.6 ટકા વધુ છે. આ રીતે ગુજરાતનો GST વસૂલાતનો ગ્રોથ રાષ્ટ્રીય સરેરાશથી પણ વધુ છે.

 

Advertisement
Tags :
Aajna SamacharApril 2025Breaking News GujaratiGST collectiongujaratGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news₹ 14.970 crore
Advertisement
Next Article