ગુજરાતઃ 78 નગરપાલિકામાં ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ
11:27 AM Nov 30, 2024 IST | revoi editor
Advertisement
અમદાવાદઃ રાજ્યનાં ચૂંટણી આયોગે ગઈ કાલે 79 નગરપાલિકામાં ચૂંટણી યોજવા ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરી છે. હવે એક સપ્તાહમાં મતદાર મંડળો અને વોર્ડ અનુસાર મતદાર યાદી પ્રસિદ્ધ થશે.
Advertisement
રાજ્ય ચૂંટણી આયોગના સચિવ જી.સી. બ્રહ્મભટ્ટે નગરપાલિકાના ચૂંટણી અધિકારીઓની સાથે સાથે જ્યાં પેટાચૂંટણી યોજાવાની છે તે 15 નગરપાલિકાઓમાં પણ ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારીથી લઇને નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને પુરવઠા અધિકારીઓની નિયુક્તિ કરી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લાં દોઢ બે વર્ષથી પાલિકા-પંચાયતની ચૂંટણી સ્થગિત છે. ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ સાથે હવે 10 ડિસેમ્બર પછી ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા છે.
Advertisement
Advertisement