For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતઃ દિવાળીના તહેવારમાં ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરનાર સામે નહીં થાય કાર્યવાહી

05:38 PM Oct 30, 2024 IST | revoi editor
ગુજરાતઃ દિવાળીના તહેવારમાં ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરનાર સામે નહીં થાય કાર્યવાહી
Advertisement
  • ટ્રાફિક અવેરનેસ માટે એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો
  • પોલીસ ‘પાવતી બુક’ લઇને નહિ, પરંતુ ફુલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ સાથે જોવા મળશે

અમદાવાદઃ ગુજરાત પોલીસ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યભરમાં ટ્રાફિક અવેરનેસ માટે એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ તહેવારોમાં અલગ અલગ માર્કેટ પ્લેસ, હાઇવે કે વિવિધ સર્કલ ઉપર ઉભી રહેતી પોલીસ ‘પાવતી બુક’ લઇને નહિ, પરંતુ ફુલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ લઇને ઉભેલી જોવા મળશે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકને પોલીસ દ્વારા ફુલ આપીને તેમણે જે નિયમનો ભંગ કરવાની ભુલ કરી છે તેનાથી તેમને તથા તેમના પરિવારને શુ નુક્શાન થઇ શકે છે અને માનવજીવનનુ મુલ્ય વાહનચાલકના પોતાના પરિવાર માટે કેટલુ વિશેષ છે તેની સમજ આપવામાં આવશે.

Advertisement

દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યમાં વાહનોની અવર-જવર વધુ પ્રમાણમાં રહેશે. જેથી, રાજ્યભરમાં માર્ગ સલામતિ અંતર્ગત ટ્રાફિકના નિયમોની અમલવારી કરાવવા માટે તેમજ વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા ઉપરાંત માર્ગ અકસ્માતોના બનાવો ન બને અને વાહન ચાલક તેમજ તેમના પરિવારની સલામતિ જળવાય તે માટે ટ્રાફિક અવેરનેસનો આ નવતર અભિગમ અપનાવ્યો છે.

આજે તા.૩૦મી ઓક્ટોબર થી તા.૦૬ઠ્ઠી નવેમ્બર ૨૦૨૪ દરમિયાન હેલ્મેટ, સીટ બેલ્ટ, ઓવર સ્પીડ, રોંગ સાઇટ ડ્રાઇવીંગ તેમજ લેન ભંગ સહિતના ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકને તેમણે જે નિયમ ભંગ કર્યો છે તે મુજબનું અવેરનેસ પેમ્ફલેટ પોલીસ દ્વારા આપવામાં આવશે. તેની સાથે સાંકેતિકરૂપે વાહન ચાલકને ફુલ આપી ટ્રાફિક નિયમોની સમજ આપવામાં આવશે અને હવેથી ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સમજાવવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement