For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતઃ કઠલાલમાં પોલીસ રિડ્રેસલ માટે ટ્રેનિંગ સેન્ટર બનાવાશે

12:15 PM Oct 26, 2024 IST | revoi editor
ગુજરાતઃ કઠલાલમાં પોલીસ રિડ્રેસલ માટે ટ્રેનિંગ સેન્ટર બનાવાશે
Advertisement

અમદાવાદઃ પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં અગાઉ સુઓમોટો પિટિશન મળે સરકાર દ્વારા હાઇકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરી જાણકારી આપવામાં આવી છે. આ પિટિશન સુપ્રીમ કોર્ટના 2019ના નિર્દેશો પ્રમાણે લેવામાં આવી હતી. જેમાં પોલીસ રિડ્રેસલ ફોર્મની સ્થાપના કરવી, પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ ભરવી, પોલીસને ટ્રેનિંગ આપવી, વસ્તી પ્રમાણે પોલીસની ભરતી કરવી, પોલીસના કામના કલાકો નક્કી કરવા, તોફાનો વખતે જાહેર મિલકતોને નુકસાન થતું અટકાવવું, સરઘસોની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવી, સુપ્રીમકોર્ટ દ્વારા અપાયેલા નિર્દેશોનું પાલન કરવું સભા માટે પોલીસ પરવાનગી અનિવાર્ય બનાવવી જેવી બાબતોનો સમાવેશ થાય છે.

Advertisement

આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી ચાલી રહી છે. જેમાં આજે સરકારે એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં 5 સ્ટેટ લેવલ ટ્રેનિંગ સેન્ટર આવેલા છે. જે ઉપરાંત વધુ એક સ્ટેટ લેવલ ટ્રેનિંગ સેન્ટર કઠલાલ ખાતે ખેડામાં બની રહ્યું છે. જેની કેપેસિટી 2500 પોલીસ જવાનોને તાલીમ આપવાની હશે. વર્તમાનમાં જે 11377 પોલીસ કર્મચારીઓની ભરતી બહાર પડાઈ છે. તેના ઉમેદવારોને ઉપરના 6 સ્ટેટ લેવલ સેન્ટર ઉપરાંત જિલ્લામાં આવેલા 20 પોલીસ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ જેની ક્ષમતા 4 હજાર સેજ. ઉપરાંત રાજ્યમાં આવેલા 14 એસઆરપીએફ સેન્ટર ખાતે સેન્ટર ખાતે ટ્રેનિંગ આપવા આવશે. જેની કેપેસિટી 2500 ની છે. દિવાળી બાદ આ મુદ્દે ઉચ્ચ લેવલના અધિકારીઓની મિટિંગ મળશે. પોલીસ બેડામાં બાકી 14,283 ભરતી સપ્ટેમ્બર, 2026 સુધીમાં પૂર્ણ કરાશે. કોર્ટે ટ્રેનિંગ સેન્ટર અંગે સમયાંતરે રિપોર્ટમાં ગયો હતો. ડિસેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં યોજાશે.

કોર્ટ મિત્રે કહ્યું હતું કે, પાંચ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં પોલીસ ટ્રેનિંગમાં પહોંચી વળાતું ના હોય તો નવી ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ ખોલવી જોઈએ. સંસાધનોની અછત દૂર કરવી જોઈએ. કોર્ટે કહ્યું હતું કે, કોર્ટને સમસ્યાના ઉકેલમાં રસ છે. ઓથોરિટીની સમસ્યાઓ સાંભળવામાં નહીં. જ્યારે ઉચ્ચ લેવલના અધિકારીઓની મિટિંગ યોજાય ત્યારે તેની મિનિટ્સ લખાવવી જોઈએ. સરકારે જણાવ્યું હતું પોલીસ વિભાગમાં 11,377 જગ્યાઓ માટેની જાહેરાત બહાર પડાઈ છે. જેને સપ્ટેમ્બર 2025 સુધીમાં ભરી દેવામાં આવશે. ત્યારબાદ 14,183 જેટલી ભરતીને સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. કોર્ટે સરકારને ભરતીનું એક વાર્ષિક કેલેન્ડર બનાવવા માટે પણ કહ્યું હતું. જેથી કરીને બધી ભરતી ભેગી થાય નહીં.

Advertisement

Advertisement
Tags :
Advertisement