સિગારેટ અને તમાકુના ઉત્પાદનો ઉપર જીએસટી વધારાશે, બે વિધેયક રજૂ કરાશે
નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સિગરેટ, ગૂટખા, તમાકુ અને પાન મસાલા જેવા ઉત્પાદનો પર કરની નવી વ્યવસ્થા લાવવા બે મહત્વપૂર્ણ વિધેયકો રજૂ કરશે. કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક સંશોધન વિધેયક, 2025 હાલના GST કમ્પન્સેશન સેસને બદલી દેશે, જે સિગરેટ, તમાકુ, હૂકાહ, જર્દા, સુગંધિત તમાકુ જેવા તમામ તમાકુ ઉત્પાદનો પર લાગુ પડે છે. આ ઉપરાંત હેલ્થ સિક્યુરિટી ટુ નેશનલ સિક્યુરિટી સેસ વિધેયક, 2025 પાન મસાલા જેવી વિશિષ્ટ વસ્તુઓના ઉત્પાદન પર ઉપકર લગાવવાની જોગવાઈ કરે છે.
નવા વિધેયક મુજબ હવે મશીનની ક્ષમતા, તેના સંચાલન સમય અને ઉત્પાદન સાથે જોડાયેલા અન્ય પાસાઓના આધારે સેસ વસુલવામાં આવશે. મહત્વનું એ છે કે તમાકુ ઉત્પાદનો પર GST દર 28% કમ્પન્સેશન સેસમાંથી વધીને 40% કમ્પન્સેશન સેસ થશે. હાલમાં કમ્પન્સેશન સેસ ઉત્પાદન પ્રમાણે 5% થી 290% સુધી છે. તેમ છતાં ગ્રાહકો પર વધારાનો ટેક્સનો ભાર પડશે નહીં, કારણ કે GST વધારવામાં આવશે અને કમ્પન્સેશન સેસ તેટલો જ ઘટાડવામાં આવશે. અત્યાર સુધી એક ખાસ પ્રકારની સગરેટ પર 28% GST 290% કમ્પન્સેશન સેસ, એટલે કુલ 318% ટેક્સ લાગતો હતો. નવા નિયમ બાદ 40% GST લાગશે, પરંતુ સેસ ઘટીને 278% થશે એટલે ગ્રાહકને એટલો જ કુલ 318% ટેક્સ ચૂકવવો પડશે. વિધેયક બંને સંસદમાંથી પસાર થયા પછી અને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ સરકાર નિયમો અમલમાં મૂકશે.
સમાજવાદી પાર્ટીના સંસદ સભ્ય રામગોપાલ યાદવે અને CPI(M)ના પશ્ચિમ બંગાળના સાંસદ જૉન બ્રિટાસે SIR (સિક્યુરિટી ઈન્ફોર્મેશન રિપોર્ટ) પર ચર્ચા ન કરાય તો સંસદ ન ચાલવા દેવાની ચેતવણી આપી હતી.