For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસની ધૂમ આવક, વાહનોની લાઈનો લાગી

05:26 PM Sep 23, 2025 IST | Vinayak Barot
રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસની ધૂમ આવક  વાહનોની લાઈનો લાગી
Advertisement
  • એક જ દિવસમાં મગફળીની 22,000 મણ અને કપાસની 8,000 મણની બમ્પર આવક,
  • કપાસના મણના રૂ. 1,210 થી 1,590નાં ભાવ બોલાયા, કપાસ,
  • મગફળી સહિતની જણસીના કુલ 500 કરતા વધારે વાહનોની લાંબી કતારો લાગી,

રાજકોટઃ શહેરના બેડી માર્કેટિંગ યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક થી રહી છે. રાજકોટનું માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું APMC સેન્ટર છે. અને રાજકોટ જિલ્લા સહિત આસપાસના જિલ્લાના ખેડૂતો કપાસ, મગફળી સહિતની જણસી વેચવા માટે આવે છે. યાર્ડમાં સોમવારે 500 થી વધુ વાહનોની લાઈનો લાગી હતી. એક જ દિવસમાં મગફળીની આવક 22,000 મણ અને કપાસની આવક 8,000 મણ થઈ હતી. જેમાં ખેડૂતોને કપાસ - મગફળીનાં પ્રમાણમાં સારા ભાવો મળ્યા હતા

Advertisement

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખરીફ પાકના સારા ભાવ મળતા હોવાથી અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો પાક વેચવા માટે આવી રહ્યા છે. સોમવારે વહેલી સવારથી માર્કેટિંગ યાર્ડ બહાર કપાસ, મગફળી સહિતની જણસીના કુલ 500 કરતા વધારે વાહનોની લાંબી કતારો લાગી હતી. ખેડૂતોને આ વર્ષે મગફળી અને કપાસના ભાવ ખૂબ સારા મળ્યા છે. જેને પગલે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ તેમજ મગફળીની મબલક આવક થઈ છે.

યાર્ડના સૂત્રોના કહેવા મુજબ બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક 22,000 મણ, જ્યારે કપાસની આવક 8,000 મણ થઈ હતી. તેમજ જણસીઓ ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઈ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, વાઈસ ચેરમેન ઉપરાંત ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તેવી રીતે ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાવની વાત કરવામાં આવે તો કપાસના રૂ. 1,210 થી 1,590નાં ભાવ બોલાયા હતા. જ્યારે ઝીણી મગફળીના રૂ. 850 થી 1,280 અને જાડી મગફળીમાં રૂ. 940 થી લઈ 1,090નાં ભાવે વેપાર થયા હતા. આ ઉપરાંત પણ ઘઉં, જુવાર, બાજરી, તુવેર, અને ચણા સહિત વિવિધ જણસીની આવક આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હતી. તો શાકભાજી વિભાગમાં બટેટા, ટામેટા, અને સૂકી ડુંગળીની આવક મોટા પ્રમાણમાં થઈ હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement