For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્રમાં મગફળીના પાકમાં મુંડા નામની જીવાંતનો ઉપદ્રવ, ખેડૂતો પરેશાન

05:14 PM Aug 14, 2025 IST | Vinayak Barot
સૌરાષ્ટ્રમાં મગફળીના પાકમાં મુંડા નામની જીવાંતનો ઉપદ્રવ  ખેડૂતો પરેશાન
Advertisement
  • મુંડા જીવાત મગફળીના પાકના મૂળને ભારે નુકસાન પહોંચાડી રહી છે,
  • કૃષિ નિષ્ણાંતોએ મુંડા જીવાતોને નિયંત્રિત કરવા યોગ્ય માવજતની સલાહ આપી,
  • ખેડૂતોએ મદદ કરવા સરકારને વિનંતી કરી  

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે મગફળીનું બમ્પર વાવેતર થયું છે. છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા ખંડૂતોએ બોર-કૂવામાંથી પાણી મેળવીને સિંચાઈ કરીને મગફળીના પાકનો મરઝાતો બચાવી લીધો છે. ત્યારે મગફળીના પાકમાં મુંડા નામની જીવાંતનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. મુંજા નામની જીવાંત પાકના મૂળને ભારે નુકસાન પહોંચાડી રહી છે, જેના કારણે છોડ સુકાઈ રહ્યા છે અને ઉત્પાદન પર ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. આ મામલે ખેડૂતો દ્વારા સરકારને સર્વે કરી સહાય આપવા અપીલ કરી છે તો બીજી તરફ કૃષિ નિષ્ણાંતે આ જીવાતોને નિયંત્રિત કરવા યોગ્ય માવજતની સલાહ આપી છે.

Advertisement

સૌરાષ્ટ્રમાં આ વખતે કપાસની તુલનાએ મગફળીનું વધુ વાવેતર થયુ છે. મગફળીના પાકના સારા ભાવ મળશે તેવી આશાએ ખેડૂતોએ શરૂઆતથી સારૂ ઉત્પાદન મેળવવા માટે પાકની માવજત કરી હતી. ત્યારે મગફળીના પાકમાં મુંડા નામની જીવાંતથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં મગફળીનો પાક નાશ પામે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ વિસ્તારના ખેડૂતોના કહેવા મુજબ અમારા ખેતરોમાં મગફળીના પાકમાં મુંડાનો ઉપદ્રવ ખૂબ વધી ગયો છે. આ જીવાત મૂળ ખાઈ જાય છે અને ડોડવાને પણ નુકસાન પહોંચાડે છે. હાલ વાવેતરનો સમય વીતી ગયો હોવાથી બીજો કોઈ પાક વાવી શકાય તેમ નથી. તેથી સરકારને અપીલ કરીએ છીએ કે, આ નુકસાનીનો સર્વે કરીને ખેડૂતોને યોગ્ય સહાય મળે. ખેડૂતોની આવક પર જ દેશનું અર્થતંત્ર નિર્ભર છે તેથી સરકાર આ મામલે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ.

ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું હતું કે, અમારી મગફળીમાં મુંડાનો ખૂબ ત્રાસ છે જેના કારણે છોડ સુકાઈ રહ્યા છે. અમે મોંઘા ભાવના બિયારણ અને દવાઓનો ઉપોયગ કર્યો છે છતાં મુંડા નિયંત્રણમાં આવતા નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement