For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પૂંછ જિલ્લામાં સેનાના કેમ્પમાં ગ્રેનેડ વિસ્ફોટ : એક જવાન શહીદ

02:56 PM Sep 30, 2025 IST | revoi editor
પૂંછ જિલ્લામાં સેનાના કેમ્પમાં ગ્રેનેડ વિસ્ફોટ   એક જવાન શહીદ
Advertisement

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં મોટી દુર્ઘટના બની છે. પૂંછના સુરનકોટ વિસ્તારના દ્રાબા ખાતે આવેલ 16 આરઆર (રાષ્ટ્રીય રાઈફલ્સ)ના કેમ્પની અંદર અચાનક ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં એક જવાન શહીદ થયા છે.

Advertisement

મળતી માહિતી મુજબ, આ ઘટના સાંજે બની હતી. તે સમયે જવાન કેમ્પની એક ચોકી પર સંત્રી ગાર્ડની ફરજ બજાવી રહ્યા હતા. એ દરમ્યાન ગ્રેનેડ ફાટતા સિપાહી ચૌધરી ભાવેશ શહીદ થયા હતા. વિસ્ફોટ બાદ સેનાના જવાનો તાત્કાલિક હરકતમાં આવી ગયા હતા અને સમગ્ર વિસ્તારને સીલ કરી તપાસ શરૂ કરી દીધી હતી. સાથે જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસમાં જોડાઈ ગઈ હતી.

સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિસ્ફોટનો અવાજ આવ્યો હતો, પરંતુ પ્રાથમિક તપાસમાં આ ઘટના આતંકવાદ સાથે જોડાયેલી હોવાનું જણાતું નથી. તેમ છતાં, બધી એજન્સીઓ દરેક સંભાવનાને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement