For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

લીલા મરચાનો હલવો : તીખાશ અને મીઠાશનો અનોખો મિલાપ, શિયાળામાં જરૂર અજમાવો આ નવીન ડેઝર્ટ રેસીપી

07:00 PM Nov 10, 2025 IST | revoi editor
લીલા મરચાનો હલવો   તીખાશ અને મીઠાશનો અનોખો મિલાપ  શિયાળામાં જરૂર અજમાવો આ નવીન ડેઝર્ટ રેસીપી
Advertisement

લીલા મરચા સામાન્ય રીતે તીખાશ માટે ઓળખાય છે તે ભોજનમાં સ્વાદ વધારવા માટે સલાડ, તડકા કે અથાણાંમાં ઉપયોગમાં લેવાય છે. પરંતુ શું તમે ક્યારેય લીલા મરચાનો હલવો* ખાધો છે? હા, આ અનોખી ડેઝર્ટ રેસીપીમાં તીખાશ અને મીઠાશનો એવો અદ્ભુત સમન્વય છે જે સ્વાદે અવિસ્મરણીય બને છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ લીલા મરચામાં વિટામિન C, વિટામિન B6, વિટામિન K1, પોટેશિયમ, કૉપર અને વિટામિન A જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તે ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે અને શરીરને તાજગી આપે છે.

Advertisement

  • સામગ્રી

અડધો કિલો ભાવનગરની લીલી મરચી (ઓછી તીખી જાત)

250 થી 300 ગ્રામ ખાંડ (સ્વાદ અનુસાર)

Advertisement

અડધો કપ માવો

અડધો કપ ઘી

એક નાની ચમચી એલચી પાઉડર અથવા પિપરમીન્ટ પાઉડર

બદામ, કાજુ, પિસ્તા, અખરોટ જેવા ડ્રાયફ્રૂટ્સ

  • બનાવવાની રીત

સૌપ્રથમ મરચાંના ડાંઠા અને અંદરનો સફેદ ભાગ તથા બીજ કાઢી લો. પછી મરચાંને કાપી લો.એક પેનમાં ઘી ગરમ કરીને તેમાં મરચાં ઉમેરો અને ધીમી આંચ પર 5 મિનિટ સુધી ગરમ કરો, જ્યાં સુધી મરચાં નરમ ન થાય. હવે તેમાં માવો ઉમેરીને મિક્સ કરો અને મધ્યમ તાપ પર એટલું સુધી હલાવતા રહો કે કડાઈમાંથી ઘી અલગ થવા લાગે. ત્યાર બાદ ખાંડ ઉમેરો અને ખાંડ સંપૂર્ણ રીતે ઓગળે ત્યાં સુધી હલાવો. આ દરમિયાન હલવો થોડો ભેજવાળો બનશે તેને થોડો સૂકાઈ જવા દો. છેલ્લે ડ્રાયફ્રૂટ્સ અને એલચી/પિપરમીન્ટ પાઉડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ગરમાગરમ પીરસો આ અનોખો લીલો મરચાનો હલવો, જે શિયાળામાં શરીરને ગરમી આપશે અને સ્વાદમાં અદ્ભુત ફેરફાર લાવશે.

Advertisement
Tags :
Advertisement