હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

વીજ ગ્રાહકોને લોભામણી લાલચ, સ્માર્ટ મીટર લગાવો, બીલમાં 2 ટકા છૂટ મેળવો

06:45 PM Dec 10, 2024 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ ગુજરાતમાં સરકારની માલીકીની વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. પણ સ્માર્ટ મીટર લગાવવા સામે લોકો ભારે વિરોધ કરી રહ્યા છે. સ્માર્ટ મીટર એ પ્રિ-પેઈડ છે. એટલે મોબાઈલ ફોનની જેમ અગાઉથી રિચાર્જ કરવું પડે છે. સ્માર્ટ મીટરમાં વીજચોરી કે ચેડા થઈ શકતા નથી. જ્યારે લાકામાં એવી માન્યતા છે, કે સ્માર્ટ મીટરને લીધે વીજ બિલમાં તોતિંગ વધારો થવાની શક્યતા છે. એટલે લોકો સ્માર્ટ મીટરનો ભારે વિરોધ કરી રહ્યા છે. આથી લોકોને મનાવવા માટે સરકારે એવી જાહેરાત કરી છે કે, સ્માર્ટ મીટર પ્રિ-પેઈડ નહી પણ પોસ્ટ પેઈડ રહેશે. એટલે વીજ ગ્રાહકોને એડવાન્સ પૈસા ભરવા નહીં પડે. તેમજ સ્માર્ટ મીટરના બિલમાં બે ટકા કન્સેશન અપાશે. જો કે સરકારે આપેલી લાલચ બાદ વીજ ગ્રાહકો સ્માર્ટ મીટર લગાવવા તૈયાર થાય છે કે કેમ તે પ્રશ્ન છે.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ ડિજિટલ વીજ મીટરના સ્થાને વીજ સ્માર્ટ મીટર નાખવાની પ્રક્રિયામાં હોબાળો થતાં રાજ્ય સરકારે આખી પ્રક્રિયા બદલવી પડી છે. અગાઉ પ્રીપેઇડ સ્માર્ટ મીટરને બદલે હવે પોસ્ટપેઇડ કરવું પડ્યું છે. સાથે જ પોસ્ટપેઇડ કર્યા પછી વીજ વપરાશકર્તા એડવાન્સ બિલ પેમેન્ટ કરે તો સરકાર દ્વારા 2 ટકા ડિસ્કાઉન્ટ આપવાની તૈયારી થઈ રહી છે. આગામી બજેટ સત્રમાં આ નિર્ણયની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યભરમાં સ્માર્ટ મીટર નાખવાની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે, પણ સરકારે વડોદરામાં આવેલી મુશ્કેલીઓનું મૂલ્યાંકન કરી કેટલાક સુધારા કર્યા છે. નાના વીજ વપરાશકારને વીજ બિલ ભરવામાં મુશ્કેલી ના પડે એટલા માટે પ્રીપેઇડ બિલ ભરવાની પદ્વતિ પોસ્ટપેઇડ કરી નાખી છે. જેમાં એક મહિનો વીજ વપરાશ કર્યા પછી 10 દિવસમાં બિલ ભરવાનું રહે છે. ઉપરાંત સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવે છે તેવી ફરિયાદ આવતા એકલા મધ્ય ગુજરાતમાં જ 300 જેટલાં ચેક મીટર મૂકવામાં આવ્યાં છે. ચેક મીટર એટલે સ્માર્ટ મીટર ઉપરાંત જૂનું મીટર રાખવામાં આવે છે એટલે બંને પ્રકારના મીટરમાં સરખું બિલિંગ થાય છે કે નહીં તે ચેક કરી શકાય છે. બંને એક સરખાં ચાલે તો વીજ વપરાશકારને સંતોષ થાય છે.

સૂત્રોના કહેવા મુજબ રાજ્યમાં વિવિધ સ્થળે સ્માર્ટ મીટર મુકવામાં આવ્યા ત્યારે તેના જૂના મીટરની તુલનામાં નવા મીટરમાં વધારે બિલ આવતું હોવાની સંખ્યાબંધ ફરિયાદો થઈ હતી. જો કે વીજળી વિભાગના અધિકારીઓનું કહેવું છે કે સ્માર્ટ મીટરમાં પણ જેટલા યુનિટ વીજળી વપરાય છે તેના નિયત દરના આધારે જ બિલ બને છે, વધારે બિલ આવતું નથી. વીજ વપરાશકાર તેના મોબાઇલમાં એપ ડાઉનલોડ કરીને વીજળી વપરાશ તથા સંભવિત બિલની જાણકારી મેળવી શકે છે.  ગુજરાતમાં  2,72,161 સ્માર્ટમીટર લગાવાયા છે.

Advertisement

 

 

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiElectricity consumersGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar Samacharsmart metersTaja Samacharviral news
Advertisement
Next Article