હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સરકારનું બુલડોઝર માત્ર ગરીબોના ઝુંપડા પર ચાલે છેઃ અમિત ચાવડા

06:03 PM Feb 28, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના તારાંકિત પ્રશ્નોતરી કાળમાં કોંગ્રેસ પક્ષના નેતા  અમિત ચાવડા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેમાં તારીખ 31.12.2024ની સ્થિતિએ સુરત જિલ્લામાં તાલુકાવાર સરકારી જમીનોમાં કેટલી ખાનગી કંપનીઓ ધ્વારા ક્યારથી દબાણ કરવામાં આવેલું છે. અને તેની કાયૅવાહી વિશે માહિતી માંગવામાં આવી હતી. આ મુદ્દે વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી હસ્તકના મહેસૂલ વિભાગ ધ્વારા પ્રશ્ન સંદર્ભે બે અલગ અલગ પ્રશ્નના જવાબ આપ્યા કે સુરતમાં આર્સેલર મિત્તલ નીપ્પોન સ્ટીલ ઈન્ડિયા ધ્વારા સુરત જિલ્લામાં ચોર્યાસી તાલુકામાં 8,35,745 ચો.મી. જમીન ઉપર 30 વર્ષ કરતા વધુ સમયથી દબાણ કરેલ છે.

Advertisement

મહેસૂલ વિભાગ ધ્વારા આપવામાં આવેલ માહિતી મુદ્દે  અમિત ચાવડાએ મીડિયાને જાણકારી આપતા કહ્યું કે ગુજરાતમાં દબાણ હટાવવાના નામે જે રીતે ગરીબો હટાવવાનું એક વ્યવસ્થિત ષડયંત ચાલી રહ્યું છે, વ્યવસ્થિત મુહિમ કરી રહી છે અને દાદાના બુલડોઝરના નામે સરકાર એની વાહવાહી કરી છે પણ દાદાનું બુલડોઝર ફક્ત ગરીબોના નામે ઘર ઉપર ચાલે છે જ્યારે ઉધોગપતિ આવે ત્યાં જઈને દાદાનું બુલડોઝર એકદમ બંધ થઈ જાય છે.

તેમણે વધુમાં જણાવ્યું કે આજે વિધાનસભાની પ્રશ્નોતરીમાં જે જવાબ મળ્યા છે કે ખાનગી કંપની ધ્વારા સુરત જિલ્લામાં જે દબાણ કરવામાં આવ્યું. એક બાજુ દાદાનું બુલડોઝર અમદાવાદમાં ઓઢવમાં રબારી વસાહત હોઈ ત્યાં રબારી સમાજના લોકોના ઘર પર ચાલે, ઠાકોર સમાજના ઘરો પર કેશવનગરમાં ચાલે, પાલનપૂરમાં ગરીબોના ઘર ઉપર ચાલે કે દ્વારકા હોય, આણંદ હોય. જ્યારે સુરત જિલ્લામાંથી જ્યાંથી રાજ્યના ગૃહમંત્રી છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે, એમના જ વિસ્તારમાં, એમના જ આશીર્વાદથી એમની જ મિલીભગતથી એમના જ મળતિયા ધ્વારા જે ઝીંગા તળાવના નામે આપણી સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું છે એના પણ વિધાનસભામાં આંકડા જોઈએ તો ફકત સુરત જિલ્લા એકલામાં જ 20.100.000 ચોરસ મીટર સરકારી જગ્યા પર ઝીંગા તળાવના નામે ભાજપના મળતિયાઓનાં દબાણ છે એટલે સ્પષ્ટ છે કે ગરીબોના નામે ઘર ઉપર બુલડોઝર ચાલે છે, પણ ઉધોગપતિઓ અને ભાજપના મળતીયાઓના દબાણ ઉપર બુલડોઝર ચાલતું નથી.

Advertisement

 

Advertisement
Tags :
Aajna SamacharBreaking News Gujaratigovernment inactive: CongressGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsPressures on government landSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article