For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભુજમાં વાયુસેના દ્વારા યોજાયેલા શસ્ત્ર પ્રદર્શનની રાજ્યપાલ દેવવ્રતજીએ મુલાકાત લીધી

02:47 PM Oct 05, 2025 IST | Vinayak Barot
ભુજમાં વાયુસેના દ્વારા યોજાયેલા શસ્ત્ર પ્રદર્શનની રાજ્યપાલ  દેવવ્રતજીએ મુલાકાત લીધી
Advertisement
  • વાયુસેનાની ઓપરેશનલ ક્ષમતા અને કૌશલ્યના પ્રદર્શનનું વિહંગાવલોકન કર્યુ,
  • રાજ્યપાલને ઓપરેશન સિંદૂરમાં ઉપયોગી વાયુસેનાના સાધનોથી અવગત કરાવ્યા,
  • રાજ્યપાલે કોમોડોર કે. પી. એસ. ધામ પાસે વાયુસેનાની કામગીરી વિશે વિગતવાર માહિતી મેળવી

ભૂજઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ શનિવારે ભુજ વાયુસેના ખાતે યોજાયેલા શસ્ત્ર પ્રદર્શનની  મુલાકાત લીધી હતી. રાજ્યપાલએ વાયુસેનાની ઓપરેશનલ ક્ષમતા અને કૌશલ્યના પ્રદર્શન સાથે અનેકવિધ સાધનોની પ્રદર્શનીનું વિહંગાવલોકન કર્યું હતું. આ સાથે ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લેવાયેલા વાયુસેનાના શસ્ત્રો વિશે સમજ મેળવી હતી.

Advertisement

રાજ્યપાલએ "Know your forces"ના હેતુથી યોજવામાં આવેલા વાયુસેનાના શસ્ત્ર પ્રદર્શનમાં ફાઈટર ઍરક્રાફટ, જમીનથી હવામાં દુશ્મનોના ઍરક્રાફટ અને ડ્રોનને તોડી પાડનારા વિવિધ મિસાઈલ, રોહિણી રડાર સિસ્ટમ અને એરફોર્સની ગરુડ સ્પેશિયલ ફોર્સના શસ્ત્રોની વિશેષતાઓ વિશે સમજ મેળવી હતી. રાજ્યપાલએ એરફોર્સ સ્ટેશન ભુજના એર કોમોડોરશ્રી કે. પી. એસ. ધામ પાસેથી વાયુસેનાની કામગીરી અને તેના સાધનો વિશે વિગતવાર માહિતી મેળવી હતી.

આ મુલાકાત દરમિયાન કચ્છ કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ, અંજાર પ્રાંત અધિકારી સુરેશ ચૌધરી, ભુજ એરફોર્સ સ્ટેશનના ચીફ એડમીન ઓફિસર આર. કે. યાદવ સહિત એરફોર્સ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ, વાયુસેનાના જવાનો, નિવૃતિ સૈનિકો ઉપસ્થિત રહ્યાં હતાં. જવાનોના પરિવારજનો, એનસીસી કેડરર્સ, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ આ પ્રદર્શન નિહાળ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement