ભારત સરકારે વિશ્વના 30 થી વધુ દક્ષિણ અને ઉત્તરીય દેશો સાથે મહત્વપૂર્ણ ભાગીદારી જાળવી રાખીઃ કેન્દ્ર સરકાર
નવી દિલ્હીઃ સરકારે વિશ્વના 30 થી વધુ દક્ષિણ અને ઉત્તરીય દેશો સાથે મહત્વપૂર્ણ ભાગીદારી જાળવી રાખી છે અને તેને મજબૂત બનાવી છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં, વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ જણાવ્યું હતું કે આ દેશો સાથે મજબૂત દ્વિપક્ષીય ભાગીદારીની સાથે, સરકારે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવા માટે અનેક નીતિગત પહેલ કરી છે. વિદેશ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારે વિવિધ દેશોના બજારોમાં તેની પહોંચ વધારીને દ્વિપક્ષીય વેપારને વધારવાના ઉદ્દેશ્યથી મુક્ત વેપાર કરારો પર હસ્તાક્ષર કરવાની નીતિ પણ અપનાવી છે.
દરમિયાન કૃષિ બજેટલને લઈને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે કૃષિ એ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે અને ખેડૂતોનું કલ્યાણ એ સરકારની પ્રાથમિકતા છે. લોકસભામાં વર્ષ 2025-26 માટે કૃષિ મંત્રાલયની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા ચૌહાણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન સરકારે છેલ્લા દસ વર્ષમાં કૃષિ ક્ષેત્ર માટે બજેટમાં રૂ.10 લાખ કરોડથી વધુની ફાળવણી કરી છે. તેમણે કહ્યું કે 2004 થી 2014 સુધીના યુપીએ શાસનના દસ વર્ષ દરમિયાન કુલ બજેટ ફાળવણી ફક્ત 1 લાખ 51 હજાર કરોડ રૂપિયા હતી.