સરકાર ડ્રગ નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવા માટે કામ કરી રહી છે: અમિત શાહ
નવી દિલ્હી: કાયદા અમલીકરણ એજન્સીઓએ ગુજરાત દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીક 1800 કરોડ રૂપિયાની કિંમતનો 300 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યો છે. તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું. અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ માહિતી શેર કરી અને કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ડ્રગ નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવા માટે કામ કરી રહી છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, "ડ્રગ્સ મુક્ત ભારત બનાવવાના સતત પ્રયાસમાં, આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીક 1,800 કરોડ રૂપિયાની કિંમતના 300 કિલો ડ્રગ્સ જપ્ત કરીને એક મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ."
ગૃહમંત્રીએ કહ્યું કે દરિયામાં આ કામગીરી મોદી સરકારના ડ્રગ્સના દુરૂપયોગના દૂષણને જડમૂળથી નાબૂદ કરવાના સર્વાંગી અભિગમની સફળતાનું એક ચમકતું ઉદાહરણ છે. તેમણે ગુજરાત પોલીસ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને કોસ્ટ ગાર્ડની સફળતાની પ્રશંસા કરી છે.