હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

કૃષિ પેદાશની આવકમાં ગોંડલ માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્રમાં પ્રથમસ્થાને અને રાજ્યમાં બીજાસ્થાને

04:54 PM Jul 27, 2025 IST | Vinayak Barot
Advertisement

રાજકોટઃ જિલ્લાનું ગોંડલ માર્કેટ યાર્ડ વિવિધ કૃષિ પેદાશોની આવકમાં સૌરાષ્ટ્રમાં નંબર વન બન્યું છે. ખેડૂતો માટે આસ્થાનું કેન્દ્ર ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ આ વર્ષના જણસીની આવકના આંકડામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં વાર્ષિક ટર્નઓવરમાં પ્રથમ ક્રમે સુરત બાદ બીજા ક્રમે ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવ્યું છે. ગોંડલ યાર્ડ 100 એકરમાં પથરાયેલું છે. ત્યારે યાર્ડમાં લસણ, ડુંગળી, મરચા, મગફળી, ધાણા, જીરું સહિતની 40થી વધુ જણસીની આવકમાં હબ માનવામાં આવે છે.

Advertisement

ગોંડલ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે,  ગોંડલ માર્કેટિંગ યાર્ડ માટે તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખુશીની વાત છે, કારણ કે ગોંડલ યાર્ડ ખેડૂતોનું યાર્ડ છે. આ વર્ષના માલ આવકના આંકડામાં ગોંડલ યાર્ડ સૌરાષ્ટ્ર - ગુજરાતમાં નંબર વન પર આવ્યું છે. સમગ્ર ગુજરાતના જણસીની આવકના ડેટા ગુજરાત નિયંત્રિત બજાર સંઘ - અમદાવાદ દ્વારા લેવાતા હોય છે. જ્યારે ટર્નઓવરમાં પ્રથમ સુરત બાદ ગોંડલ યાર્ડ સમગ્ર ગુજરાતમાં આખા વર્ષની 46.91 કરોડ રૂપિયા આવક સાથે બીજા સ્થાને રહ્યું હતું. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જ્યારે અહીં પોતાની જણસી લઈને અહીં વેચવા આવે છે. ત્યારે સમગ્ર ભારતની અંદર 89 લાખ 5 હજાર 300 કવિન્ટલ આવક સાથે સમગ્ર ભારતભરમાં ગોંડલ યાર્ડ મોખરે રહ્યું છે.

ગંડલ યાર્ડના સૂત્રોના કહેવા મુજબ યાર્ડમાં 1.85 લાખ સ્કવેર ફીટનો શેડ જણસી સાચવવા બનાવાયો  છે. યાર્ડમાં ખેડૂતો માટે ગમે ત્યારે માવઠું કે વરસાદની પરિસ્થિતિ આવે ત્યારે આવતા સિઝનની અંદર કોઈ પણ ખેડૂતોનો માલ ન પલળે તેને લઈને અત્યારે 1 લાખ 85 હજાર સ્કવેર ફિટ નો શેડ બનાવ્યો છે ઉપરાંત બીજો 35 વિઘાનો શેડ બની રહ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharAgricultural produce incomeBreaking News Gujaratigondal market yardGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular Newsranks first in SaurashtraSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article