For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 60 લાખની કિંમતનું સોનુ પકડાયુ

05:18 PM Oct 06, 2025 IST | Vinayak Barot
અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 60 લાખની કિંમતનું સોનુ પકડાયુ
Advertisement
  • દૂબઈથી આવેલા એક પ્રવાસીને કસ્ટમ વિભાગે અટકાવીને તલાશી લીધી હતી,
  • જીન્સના બે લેયર વચ્ચે છુપાવ્યો હતો સોનાનો પાઉડર,
  • 4 ગ્રામ વજનનું શુદ્ધ 24-કેરેટ સોનુ કસ્ટમ વિભાગે જપ્ત કર્યું

અમદાવાદઃ શહેરના  સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનુ પકડવાના બનાવો વધી રહ્યા છે. ખાસ કરીને દૂબઈથી આવતા પ્રવાસીઓ પર કસ્ટન વિભાગના અધિકારીઓની ખાસ નજર હોય છે. જ્યારે દાણચોરીથી સોનાની હેરાફેરી કરનારા પ્રવાસીઓ પણ પકડાય નહીં તે માટે અવનવી તરકીબો અપનાવતા હોય છે. સરદાર પટેલ એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓએ દુબઈથી આવેલા એક પ્રવાસીને અટકાવ્યો હતો અને તેના કપડામાં છુપાવેલું લગભગ અડધો કિલોગ્રામ સોનાનો પાઉડર જપ્ત કર્યો હતો, જેની કિંમત ₹59.7 લાખ આંકવામાં આવી છે.

Advertisement

કસ્ટમ વિભાગના સૂત્રોના કહેવા મુજબ સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દૂબઈથી આવેલા એક પ્રવાસીની હીલચાલ શંકાસ્પદ લાગતા તેની તલાશી લેતા અડધો કિલોગ્રામ સોનાનો પાઉડર મળી આવ્યો હતો. આ કાર્યવાહી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા આપવામાં આવેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી હતી. આ પ્રવાસી દુબઈથી એમિરેટ્સની ફ્લાઇટ EK540 માં અમદાવાદ આવ્યો હતો. પ્રવાસીના સામાનની અને અંગત તલાશી લેતા અસામાન્ય રીતે છુપાવેલું સોનું મળી આવ્યું હતું. તપાસ દરમિયાન કસ્ટમ્સ અધિકારીઓને તલાશી દરમિયાન પ્રવાસીએ પહેરેલા જીન્સના નીચેના ભાગમાં કાપડના બે સ્તરો વચ્ચે સોનાનો પાઉડર અથવા પેસ્ટના રૂપમાં છુપાવેલો માલ મળી આવ્યો હતો. ત્યારબાદ છુપાવેલા આ પદાર્થ પર પ્રક્રિયા કરીને તેને 491.4 ગ્રામ વજનના શુદ્ધ 24-કેરેટ સોનામાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલા સોનાનું ખુલ્લા બજારમાં મૂલ્ય ₹59.70 લાખ અને ટેરિફ મૂલ્ય મુજબ ₹54.26 લાખ આંકવામાં આવ્યું છે. આ દાણચોરીનો માલ કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે.

કસ્ટમના સૂત્રોએ  જણાવ્યું કે દાણચોરીનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. દાણચોરો બચવા માટે અવનવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. જેમાં ખાસ કરીને કપડાં અથવા અંગત વસ્તુઓમાં સોનાને પેસ્ટના રૂપમાં છુપાવે છે. મુસાફર દુબઈ અને અમદાવાદ વચ્ચે કાર્યરત કોઈ મોટા દાણચોરી સિન્ડિકેટ વતી કામ કરી રહ્યો હતો કે કેમ તે જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement