For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ધનતેરસ પહેલા સોના-ચાંદીમાં તેજી યથાવત : 10 ગ્રામ સોનાના ભાવમાં રૂ. 772નો વધારો

03:53 PM Oct 15, 2025 IST | revoi editor
ધનતેરસ પહેલા સોના ચાંદીમાં તેજી યથાવત   10 ગ્રામ સોનાના ભાવમાં રૂ  772નો વધારો
Advertisement

નવી દિલ્હીઃ કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી, જ્યારે ધનતેરસના તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો નોંધાયો હતો.

Advertisement

બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સમાં 300 પોઈન્ટનો વધારો થયો છે અને તે 82,350ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 100 પોઈન્ટ વધીને 25,250ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 પૈકી 25 શેર્સમાં તેજી જોવા મળી હતી. ખાસ કરીને બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, NTPC અને L&T (લાર્સન એન્ડ ટુબ્રો) ના શેર્સમાં 1 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો.

બીજી તરફ ધનતેરસના શુભ અવસર પહેલા સોના-ચાંદીના ભાવમાં 'આગ ઝરતી તેજી' યથાવત્ રહી છે. સોનું 10 ગ્રામ સોનાના ભાવમાં આજે રૂપિયા 772નો વધારો થયો અને તે રૂપિયા 1.27 લાખની સપાટી પર પહોંચ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો. પ્રતિ કિલો ચાંદીનો ભાવ રૂપિયા 1,162 વધીને 1.60 લાખની નજીક પહોંચ્યો છે.

Advertisement

બજારના નિષ્ણાતો માને છે કે તહેવારોની મોસમ અને વૈશ્વિક પરિબળોના કારણે કિંમતી ધાતુઓ તેમજ શેરબજાર બંનેમાં આ સકારાત્મક ગતિ જળવાઈ રહેવાની શક્યતા છે.

Advertisement
Tags :
Advertisement