For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતના રેલવે સ્ટેશનની બિલ્ડિંગનો કાચ અને લોખંડનું સ્ટ્રક્ચર તૂટી પડ્યુ, પ્રવાસીઓનો બચાવ

04:30 PM Sep 30, 2025 IST | revoi editor
સુરતના રેલવે સ્ટેશનની બિલ્ડિંગનો કાચ અને લોખંડનું સ્ટ્રક્ચર તૂટી પડ્યુ  પ્રવાસીઓનો બચાવ
Advertisement
  • સ્ટ્રકચર તૂટીને ઓડીકાર પર પડતા કારના કાર તૂટી ગયા,
  • રેલવે સ્ટેશન પર અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટર નજીક બન્યો બનાવ,
  • વહીવટીતંત્રએ તરત સ્થળ ખાલી કરાવી કાટમાળને દૂર કરાવ્યો

સુરતઃ શહેરના રેલવે સ્ટેશન પર ગઈકાલે સોમવારે સવારે મેઇન બિલ્ડિંગના પહેલા માળ પરનું કાચ અને લોખંડનું સ્ટ્રક્ચર તૂટી પડતાં અફડા-તફડી મચી ગઈ હતી. લોખંડનું સ્ટ્રક્ચર પડતા નીચે પાર્ક કરેલી ઓડીકારનો કાચ તૂટી ગયો હતો. જો કે સ્ટ્રચર તૂટી પડતા પહેલા જ પ્રવાસીઓ સલામત સ્થળે ખસી જતા કોઈ જાનહાની થઈ નથી.

Advertisement

સુરતના રેલવે સ્ટેશન પર અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટર નજીક લોખંડનું સ્ટ્રકચર અને કાચ તૂટી પડવાની ઘટના બની હતી. સામાન્ય રીતે અહીં સતત ભીડ રહેતી હોય છે, પરંતુ બપોરના સમયે ઘટના બનતાં પ્રમાણમાં ઓછા લોકો હતા. તેથી કોઈ જામહાની થઈ નથી. સુરતના સ્ટેશનને આધુનિક બનાવવા કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે ત્યારે મુસાફરોની સલામતીની અવગણાય થઈ રહી છે.’ વહીવટીતંત્રએ તરત સ્થળ ખાલી કરાવી કાટમાળને દૂર કરવા કામગીરી શરૂ કરી હતી. દરમિયાન આ ઘટના બાદ રેલવેની હેડ ઓફિસે એન્જિનિયરિંગ વિભાગ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. તપાસમાં બિલ્ડિંગની હાલત અને સમયસર સમારકામ ન થવા સહિતનાં કારણોની તપાસ કરાશે. અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં વરસાદ અને જર્જરિત સ્થિતિને મુખ્ય કારણ ગણાવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement