અસદ અલી અંડર 13ની મેચમાં એમ.પાવર સામે GCI(B)નો 4 વિકેટએ વિજ્ય
અમદાવાદઃ અસદ અલી અંડર 13 રાઈઝીંગ સ્ટાર સ્ટ્રોફી સિઝન-2ની એમ પાવર ક્રિકેટ એકેડમી અને જીસીઆઈ (બી) વચ્ચે રમાયેલી મેચમાં જીસીઆઈ(બી)ની ટીમે ચાર વિકેટથી જીત મેળવી હતી. આ મેચ અસદ અલી ક્રિકેટ ગ્રાઈન્ડમાં રમાઈ હતી.
જીસીઆઈ(બી) સામે ટોસ જીતીને એમ યાવર ક્રિકેટ એકેડમીની ટીમે પ્રથમ બેટીંગ લીધી હતી. પ્રથમ બેટીંગમાં ઉતરેલી એમ.પાવરની ટીમે 30 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 114 રન બનાવ્યાં હતા. કેપ્ટન જહન બેરાએ 31, મહિક શારે 18, આભાસ મિશ્રાએ 14 અને નક્સ પટેલે 15 રન બનાવ્યાં હતા. જ્યારે સામે જીસીઆઈ તરફથી હેનીલ પટેલ, આરવ શાહ, વિવાન ત્રિવેદી અને સાહર્શ ગાયકવાડે એક-એક વિકેટ મેળવી હતી.
115 રનનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે મેદાનમાં ઉતરેલી જીસીઆઈના ઓપનર માહિર પટેલ અને જેવીનએ સારી શરૂઆત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, 36 રનના સ્કોરે જેવીન (16) વિકેટ પડી હતી. જે બાદ ટીમના 43 રનના સ્કોર ઉપર માહીર અજય પટેલ (7)ના રૂપમાં બીજી વિકેટ પડી હતી. જો કે, વિવાન અને પ્રતિકે ધીરજ પુર્વક બેટીંગ કરીને સ્કોરને 69 ઉપર પહોંચ્યો હતો. વિવાન (16)ના રૂપમાં ટીમની ત્રીજી વિકેટ પડી હતી. જ્યારે 75 રનના સ્કોર ઉપર પ્રતિક (16) પણ એલબીડબલ્યુ આઉટ થઈને પેવેલિયન ફર્યો હતો. જો કે, મિહીર પટેલના 20 બોલમાં 27 રનની મદદથી ટીમે 28.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. એમ પાવર તરફથી દર્શ પટેલએ 2, જહાન બેરા અને વંશ ઠાકોરે એક-એક વિકેટ લીધી હતી.