SGVPટ્રોફી-14 (U-15)ની ફાઈનલમાં SGVP સૂર્યા સ્પોર્ટસને હરાવીને GCIની ટીમ બની ચેમ્પિયન
અમદાવાદઃ SGVPટ્રોફી-14(U-15)ની ફાઈનલ ગુજરાત ક્રિકેટ ઈન્સ્ટીટ્યુટ (GCI) અને એસજીવીપી સૂર્યા સ્પોર્ટસ એકેડમી વચ્ચે એસજીવીપી ગ્રાઉન્ડમાં ફાઈનલ રમાઈ હતી. જેમાં જીસીઆઈનો 141 રનથી વિજય થયો હતો. 30-30 ઓવરની ફાઈનલમાં ટોસ જીતીને જીસીઆઈએ પ્રથમ બેટીંગ કરી હતી. પ્રથમ બેટીંગ કરતા ધ્વૈત શાહના 117, કહાન ભાવસારના 89 રનની મદદથી જીસીઆઈએ માત્ર 3 વિકેટ ગુમાવીને 267 રન સ્ટોર બોર્ડ ઉપર મુક્યાં હતા. હરીફ ટીમના જૈનિલ મહેતા, રૈયાંશ યાદવ અને હેનીપ સિંઘલએ એક-એક વિકેટ ઝડપી હતી.
268 રનના વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી એસજીવીપી સૂર્યા સ્પોર્ટસ એકેડમી ની ટીમ 126 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. એસજીવીપી તરફથી કુંજે 46, આર્યા દમાણીએ 23 રન બનાવ્યાં હતા. જ્યારે જીસીઆઈના મહિન શુકલાએ સૌથી વધારે ચાર વિકેટ ઝડપી હતી. શુકલાએ 9 ઓવરમાં 28 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત આદિત્યએ બે, અરનવ દેસાઈ, વ્યોમ પટેલ અને હેત પટેલે એક-એક વિકેટ ઝડપી હતી.