For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

GCAS દ્વારા UGમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ એડમિશન ફેઝ-2" શરૂ કરાયો

04:17 PM Sep 05, 2025 IST | Vinayak Barot
gcas દ્વારા ugમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ એડમિશન ફેઝ 2  શરૂ કરાયો
Advertisement
  • જીકાસ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે અંતિમ તક અપાઈ,
  • ચાર તબક્કામાં પ્રવેશ રાઉન્ડ યોજાશે,
  • પ્રવેશ કન્ફર્મ કરવા ખાસ પ્રકિયા અનુસરવી પડશે

અમદાવાદઃ  GCAS દ્વારા સ્નાતકની વિદ્યાશાખાઓમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ એડમિશન ફેઝ-2નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓને હજુ સુધી કોઈ પણ કોલેજમાં પ્રવેશ મળ્યો નથી અથવા જેમણે ઓફર મળ્યા છતાં પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી, તેમના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને સરકારે આ "સ્પેશિયલ એડમિશન ફેઝ-2" શરૂ કર્યો છે.

Advertisement

જીકાસ દ્વારા રાજ્યની તમામ યુનિવર્સિટીઓ માટે બીએ, બીકોમ, બીબીએ, બીસીએ સહિતના સ્નાતકના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને આખરી તક આપવામાં આવી છે. અગાઉ જે વિદ્યાર્થીઓએ માત્ર એક જ કોલેજ-પ્રોગ્રામ પસંદ કર્યો હતો અથવા જેમના મેરિટ સ્કોર કટ-ઓફથી ઓછા હતા, તેમને 25 ઓગસ્ટ, 2025થી 27 ઓગસ્ટ, 2025 દરમિયાન તેમની પસંદગી સુધારવાની તક આપવામાં આવી હતી. જોકે, જે વિદ્યાર્થીઓ આ તકનો લાભ લઈ શક્યા ન હતા, તેમને અંતિમ તક પૂરી પાડવામાં આવી છે. આ વિદ્યાર્થીઓને 4 સપ્ટેમ્બર, 2025 અને 5 સપ્ટેમ્બર, 2025ના રોજ ઇમેઇલ, વોટ્સએપ અને SMS દ્વારા પોર્ટલ પર તેમની પસંદગી અપડેટ કરવા માટે જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, GCAS હેલ્પલાઇન દ્વારા ફોન કોલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક) દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી.

આ ખાસ તબક્કા માટે પ્રવેશના રાઉન્ડ્સના યોજાશે. જેમાં 8મી સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ તબક્કે પ્રવેશ કાર્યવાહી કરાશે. વિદ્યાર્થીઓએ આ તબક્કાઓમાં પ્રવેશ કન્ફર્મ કરવા માટે જરૂરી પ્રક્રિયા અનુસરવાની રહેશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement