For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાલનપુરમાં એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યાને મુદ્દે ગનીબેન ઠાકોરે ગડકરીને કરી રજુઆત

05:48 PM Dec 19, 2024 IST | revoi editor
પાલનપુરમાં એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યાને મુદ્દે  ગનીબેન ઠાકોરે ગડકરીને કરી રજુઆત
Advertisement
  • એરોમા સર્કલ પર બ્રિજ અથવા અન્ડરપાસ બનાવવા રજુઆત,
  • દેશનો સૌથી વ્યસ્ત ગણાતો નેશનલ હાઈવે પાલનપુર શહેરમાંથી પસાર થાય છે,
  • એરોમા સર્કલથી બિહારી બાગ પારપડા રોડ સુધી ઓવરબ્રિજ બનાવો

પાલનપુરઃ શહેરના એરોમા સર્કલ પર ટ્રાફિકનો પ્રશ્ન માથાના દુઃખાવારૂપ બનતો જાય છે, પાલનપુર-અમદાવાદ હાઈવે, પાલનપુર-ડીસા હાઈવે, પાલનપુર-આબુ રોડ હાઇવે અને આબુ રોડથી પાલનપુર તરફ જતા અને આવતા તમામ વાહનો આ જંકશન પરથી પસાર થાય છે. ત્યારે વિટક બનતા ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે એરોમા સર્કલથી બિહારી બાગ પારપડા રોડ સુધી ઓવરબ્રિજ બનાવવો જરૂરી છે. આથી આ સંદર્ભે બનાસકાંઠાના સાંસદ ગનીબેન ઠાકોરે કેન્દ્રિય મંત્રી નીચિન ગડકરીને રજૂઆત કરીને આવેદનપત્ર આપ્યું હતું.

Advertisement

પાલનપુર શહેરમાં એરોમાં સર્કલ પર ટ્રાફિક સમસ્યાનો મુદ્દો દિલ્હી દરબારમાં પહોંચ્યો છે. બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીને ટ્રાફિક સમસ્યા મુદ્દે રજૂઆત કરી છે. પાલનપુર એરોમાં સર્કલ ટ્રાફિક અને એરોમાં સર્કલ પર બ્રિજ અથવા અંડરબ્રિજ બનાવવા સાંસદ ગેનીબેને રજૂઆત કરી હતી. પાલનપુરના એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યાના કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરતા હોય છે.

સાંસદ ગેનીબેન ઠાકોરે રજુઆત કરતા જણાવ્યું કે,  નેશનલ હાઈવે  27,  પાલનપુર શહેરમાંથી પસાર થાય છે,  જે દેશના મહત્વના શહેરો કંડલા, મુન્દ્રા અને ગુજરાત રાજ્યની આર્થિક રાજધાની સાથે જોડતો મહત્વનો ધોરીમાર્ગ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાલનપુર શહેરની મધ્યમાંથી પસાર થાય છે અને તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના વાહનો આ અત્યંત વ્યસ્ત હાઈવેનો ઉપયોગ કરે છે. પાલનપુર-અમદાવાદ હાઈવે, પાલનપુર-ડીસા હાઈવે, પાલનપુર-આબુ રોડ હાઇવે અને આબુ રોડથી પાલનપુર તરફ જતા અને આવતા તમામ વાહનો આ જંકશન પરથી પસાર થાય છે. વધુમાં, કોલેજો, શાળાઓ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, રહેણાંક સોસાયટીઓ હોવાથી સ્થાનિક ટ્રાફિક પણ રહેતો હોય છે. નેશનલ હાઈવે 27ની બંને બાજુએ જંકશનથી આબુ રોડ સુધીના આ રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં પાલનપુર શહેરમાંથી પસાર થતા આ હાઇવે પર સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. જેના કારણે પાલનપુર શહેરના વાહનચાલકો તેમજ આ હાઇવેનો ઉપયોગ કરતા વાહન ચાલકોને દરરોજ ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડે છે. આથી આ સમસ્યાના નિરાકરણ માટે એરોમા સર્કલથી બિહારી બાગ પારપડા રોડ સુધી નેશનલ હાઈવે-27 પર એલિવેટેડ ઓવરબ્રિજ અથવા અંડરપાસ બનાવવો જરૂરી છે. એવી રજુઆત સાંસદ ગનીબેન ઠાકોરે ગડકરી સમક્ષ કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement