વૈભવ સૂર્યવંશીને નિર્ભયતાથી ક્રિકેટ રમવાનું ચાલુ રાખવા ગાંગુલીએ આપે સલાહ
KKR અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની રમાયેલી મેચ પછી, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી 14 વર્ષના બેટિંગ સેન્સેશન વૈભવ સૂર્યવંશીને મળ્યા હતા. ગાંગુલી અને વૈભવ મેદાન પર જ મળ્યા હતા. આ સમય દરમિયાન, બંને વચ્ચે ઘણી વાતચીત થઈ હતી. આ સાથે, વૈભવને ગાંગુલી પાસેથી જરૂરી સલાહ પણ મળી હતી. KKR સામે રમાયેલી મેચમાં વૈભવ સૂર્યવંશી ખાસ કંઈ કરી શક્યો નહીં અને માત્ર 4 રન બનાવીને આઉટ થયો. 35 બોલમાં સદી ફટકાર્યા પછી, વૈભવનો આ સતત બીજો દાવ હતો જેમાં તે નિષ્ફળ ગયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌરવ ગાંગુલીએ વૈભવ સૂર્યવંશીને સલાહ આપી છે કે તે જે રીતે રમી રહ્યો છે તે રીતે નિર્ભયતાથી ક્રિકેટ રમવાનું ચાલુ રાખે. ખાસ સૂચનાઓ આપતાં, તેમણે વૈભવને કહ્યું કે તેને પોતાની રમત બદલવાની કોઈ જરૂર નથી. તેમણે તેને આમ ન કરવાની સલાહ આપી.
મુલાકાત અને વાતચીત દરમિયાન, ગાંગુલીએ વૈભવ સૂર્યવંશીનું વિશાળ બેટ પણ જોયું, જેની મદદથી તે લાંબા છગ્ગા મારતો જોવા મળે છે. વૈભવ સૂર્યવંશીની પાવર હિટિંગ ક્ષમતા અંગે ગાંગુલીએ કહ્યું કે તે ખૂબ જ સારી છે. તે એક સારો ખેલાડી છે.
વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં ડેબ્યૂ કરતાની સાથે જ ધૂમ મચાવી દીધી હતી. પરંતુ, તેના નામની આસપાસ ખરા અર્થમાં ચર્ચા ત્યારે જ થઈ જ્યારે તેણે તોફાની સદી ફટકારી. ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં તેણે 38 બોલમાં 101 રન બનાવ્યા, જેમાં 11 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેણે માત્ર 35 બોલમાં પોતાની સદી પૂરી કરી. જોકે, તે સદી પછી, વૈભવનું બેટ આગામી બે ઇનિંગ્સમાં શાંત રહ્યું. આશા છે કે, વૈભવ ટૂંક સમયમાં પોતાની નિર્ભય ક્રિકેટ શૈલી જાળવી રાખીને બીજી મોટી ઇનિંગ્સ રમશે.