For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગેંગસ્ટર લોરોન્સ બિશ્નોઈ ગેંગનો વ્યાપ વધારશે, સમગ્ર દેશમાંથી નવા શૂટર્સની કરશે ભરતી

02:17 PM Jan 01, 2025 IST | revoi editor
ગેંગસ્ટર લોરોન્સ બિશ્નોઈ ગેંગનો વ્યાપ વધારશે  સમગ્ર દેશમાંથી નવા શૂટર્સની કરશે ભરતી
Advertisement

નવી દિલ્હીઃ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ પોતાની ગેંગને વધારે મજબુત બનાવવાની સાથે સમગ્ર દેશમાં સક્રીય કરવાનું પ્લાનીંગ કરી રહ્યો છે. બિશ્નોઈ 2025ના વર્ષમાં ગેંગની જુનિયર વિંગ તૈયાર કરશે, એટલું જ નહીં નવા શૂટર્સની ભરતી કરવાનું પ્લાનીંગ કર્યું છે. એટલું જ નહીં ગેંગના સભ્યોને આધુનિક હથિયારો પુરા પાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Advertisement

નવા વર્ષની શરૂઆત સાથે જ દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ પોતાના ગુનાહિત સામ્રાજ્યને વધુ મજબૂત કરવાની યોજના બનાવી છે. જેલમાં રહેલા બિશ્નોઈએ 2025 સુધીમાં પોતાની ગેંગની જુનિયર વિંગ બનાવવાનું વચન આપ્યું છે. ગેંગની નવી બ્રિગેડની કમાન સૂર્ય પ્રતાપ ઉર્ફે નોની અને અનમોલ બિશ્નોઈના હાથમાં રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ગેંગ દેશભરમાં 1000 નવા શૂટર્સની ભરતી કરવાની તૈયારી કરી રહી છે, જેની જવાબદારી રોહિત ગોદારાને આપવામાં આવી છે.

એવી માહિતી સામે આવી છે કે લોરેન્સ ગેંગના સભ્યોને આતંક ફેલાવવા માટે આધુનિક હથિયારો અને હેન્ડ ગ્રેનેડથી સજ્જ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. લોરેન્સે 2025 માટે એક નવી હિટલિસ્ટ તૈયાર કરી છે, જેમાં ખાલિસ્તાન સમર્થકો, ડી કંપનીના મદદગારો અને પંજાબી ગાયકોને નિશાન બનાવવામાં આવશે. લોરેન્સે આ હિટલિસ્ટને લાગુ કરવાની જવાબદારી તેના ખાસ મિત્ર ગોલ્ડી બ્રારને સોંપી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement