ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને અખિલ ભારતીય જીવ રક્ષા યુવા મોર્ચામાં મહત્વની જવાબદારી સોંપાઈ
નવી દિલ્હીઃ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સલમાન ખાનને ધમકી આપવામાં આવી રહી છે, તેમજ એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ બોલીવુડમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન લોરેન્સ વિશ્નોઈને અખિલ ભારતીય જીવ રક્ષા યુવા મોર્ચાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. લોરેન્સને યુવા મોર્ચાનો રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યો છે. બિશ્નોઈ સમાજએ સર્વ સમ્મતિથી આ નિર્ણય લીધો હતો.
લોરેન્સને અખિલ ભારતીય જીવ રક્ષા યુવા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માટે બિશ્નોઈ સમાજની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં લંબાણપૂર્વકની ચર્ચા બાદ લોરેન્સના નામને મંજુરી આપવામાં આપવામાં આવી છે. આ મામલે બિશ્નોઈ સમાજ દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. બિશ્નોઈ સમાજએ જણાવ્યું હતું કે, લોરેન્સ પર્યાવરણ પ્રેમી છે, જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. બિશ્નોઈ સમાજના વડા દેવેન્દ્ર બિશ્નોઈએ જણાવ્યું હતું કે, લોરેન્સ અને બિશ્નોઈ સમાજના ડીએનએમાં પર્યાવરણ રક્ષણ કરવાનું છે અને તે માટે લડી રહ્યાં છે. બિશ્નોઈ સમાજ પર્યાવહણ પ્રેમી છે.