કેનેડામાં ટ્રક ડ્રાઈવરોના બે જૂથો વચ્ચે ગેંગ વોર, ભારતીય મૂળના ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ
નવી દિલ્હી: કેનેડામાં પોલીસે ગોળીબારમાં સંડોવાયેલા ભારતીય મૂળના ત્રણ ટ્રક ડ્રાઇવરોની ધરપકડ કરી છે. કેનેડિયન પોલીસે બ્રેમ્પટનમાં થયેલા ગોળીબારનો વીડિયો શેર કર્યો અને કહ્યું કે તેઓ બીજા શંકાસ્પદ વ્યક્તિની શોધ કરી રહ્યા છે.
આ ઘટના 7 ઓક્ટોબરના રોજ રાત્રે બની હતી. મેકવીન ડ્રાઇવ અને કેસલમોર વચ્ચેના પાર્કિંગમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઝઘડો એ હદ સુધી વકર્યો કે બંને જૂથોએ એકબીજા પર ગોળીબાર શરૂ કરી દીધો. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો.
3 આરોપીઓની ધરપકડ
કેનેડિયન પોલીસના જણાવ્યા અનુસાર, "કેસની તપાસ દરમિયાન ત્રણ વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી છે. 20 નવેમ્બરના રોજ, પોલીસે વોરંટ જારી કર્યું અને આરોપીઓની શોધ શરૂ કરી. પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે."
આરોપીઓની ઓળખ મનજોત ભટ્ટી, નવજોત ભટ્ટી અને અમનજોત ભટ્ટી તરીકે થઈ છે. ચોથો શંકાસ્પદ હજુ સુધી પકડાયો નથી અને પોલીસ તેની શોધ કરી રહી છે.