હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

કોલ કરીને નાકરી અને લોનની લાલચ આપીને લોકોને ઠગતી ગેન્ગનો પડદાફાશ

05:29 PM Nov 18, 2025 IST | Vinayak Barot
Advertisement

સુરતઃ શહેરમાં ગેરકાયદે કોલ સેન્ટરો ચલાવીને લોકોને નોકરી અને લોનની લાલચ આપીને છેતરપિંડી કરતી ગેન્ગના બે શખસોને પોલીસે દબોચી લીધા છે. પોલીસે શહેરના ડુમસ રોડ અને પાલનપુર સ્થિત બે ઓફિસો પર દરોડા પાડી કોલ સેન્ટરના માસ્ટરમાઈન્ટ નિતેશ ખવાણીને ઝડપી પાડવામાં આવ્યો હતો, જેના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી વિગત મળી છે.

Advertisement

સુરત શહેરમાં  કોલસેન્ટરથી લોન લેવા અને નોકરી ઈચ્છુક લોકોના ડેટા મેળવી તેમને ફોન કરાતો હતો. ત્યાર બાદ આરોપીઓ તેના ડોક્યુમેન્ટ મેળવી ACB મેન્ડેટ તૈયાર કરી બેંકમાંથી ટુકડે ટુકડે રકમ ઉપાડી લેતા હતા. આ ટોળકીએ અત્યાર સુધીમાં 1200થી વધુ લોકોને શિકાર બનાવ્યા  હોવાનું સામે આવ્યું છે. ટોળકી દ્વારા 9 કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી છે. આગામી દિવસોમાં આંકડો વધવાની શક્યતા છે. આરોપીઓ દ્વારા દુબઈના વ્હોટ્સએપ નંબર પર દરરોજ એક્સેલ સીટ મોકલતા હોવાની વિગતો પણ મળી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરતમાં કોલ સેન્ટર દ્વારા ઓનલાઈન લોન લેવા માગતા લોકોનો સંપર્ક કરવામાં આવતો હતો. જે લોકોને તાત્કાલિક પૈસાની જરૂર હોય તેવા લોકોને આરોપીઓએ સરળતાથી લોન આપવાની લાલચ આપીને ફસાવ્યા હતા. ફ્રોડની શરૂઆત એવા લોકોથી થતી હતી, જેઓ વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર પર્સનલ લોન માટે અરજી કરતા હતા. આરોપી નિતેશ ખવાણીની કંપની 'Globelink Tech Services' કે 'Smaex Enterprise' આ અરજદારોનો ડેટા મેળવી લેતી હતી. ત્યાર બાદ કોલ સેન્ટરમાં બેઠેલા કર્મચારીઓ જેમને એક ખાસ સ્ક્રિપ્ટ શીખવવામાં આવતી હતી, તે અરજદારોનો સંપર્ક કરતા અને તેમને વિશ્વાસ અપાવતા કે તેમની લોન મંજૂર થઈ ગઈ છે. લોન મંજૂર થઈ ગયા પછી પ્રોસેસિંગ માટે પીડિતો પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની વિગતો અને અન્ય જરૂરી દસ્તાવેજો મગાવવામાં આવતા હતા. અહીંથી જ છેતરપિંડી શરૂ થતી હતી. આરોપીઓ આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને પીડિતની સહમતી અને જાણકારી વિના જ બેંકમાં ACH ઓટોમેટિક ક્લીયરિંગ હાઉસ મેન્ડેટ તૈયાર કરતા અને જમા કરાવતા. ACH મેન્ડેટ એ બેંકિંગ પ્રક્રિયા છે, જે ગ્રાહકના ખાતામાંથી ચોક્કસ રકમ નિયમિત અંતરાલે ડેબિટ કરવાની પરવાનગી આપે છે. એકવાર આ ACH મેન્ડેટ તૈયાર થઈ ગયા પછી આરોપીઓ પીડિતના ખાતામાંથી 3,170થી લઈને 25,000 સુધીની રકમ (લોનની પ્રોસેસિંગ ફી, વીમા ફી વગેરેના નામે) એક જ ઝાટકે ખેંચી લેતા હતા. પીડિતોને આ રકમ કપાયા બાદ ખબર પડતી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે.

Advertisement

આ ઉપરાત કોલ સેન્ટર દ્વારા નોકરીની શોધમાં રહેલા યુવાનોને નિશાન બનાવાતા હતા, આરોપીઓ 'Work India' જેવી વેબસાઇટ્સ પરથી નોકરી શોધતા ઉમેદવારોનો ડેટા મેળવતા હતા. ઉમેદવારોને 'Bytesolver Pvt Ltd' નામની કંપનીમાં વર્ક ફ્રોમ હોમ જોબની આકર્ષક ઓફર આપવામાં આવતી હતી, જેના માટે 10,000 GST ફી નક્કી કરવામાં આવતી. નોકરીની લાલચ આપીને તેમની પાસેથી આ ફી માટે ડિજિટલ સર્વિસ કોન્ટ્રેક્ટ પર સહી કરાવી લેવામાં આવતી હતી. ફી લીધા પછી દસ દિવસના સમયગાળા બાદ પીડિતોને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવતી કે તેમનો કોન્ટ્રેક્ટ અમુક કારણોસર રદ કરવામાં આવ્યો છે. અહીંથી ધમકી શરૂ થતી હતી. આરોપીઓ પીડિતોને કાયદાકીય નોટિસ મોકલતા હતા. આ નોટિસમાં કાયદાકીય કાર્યવાહીની ધમકી આપીને કોન્ટ્રેક્ટના ભંગ બદલ દંડ તરીકે 10,000 સુધીની રકમની વસૂલી કરવામાં આવતી હતી. પોલીસે ઓફિસમાંથી 45 જેટલી આવી કાયદાકીય નોટિસની નકલો જપ્ત કરી છે. બેરોજગારી અને કાયદાકીય કાર્યવાહીના ડર હેઠળ અનેક યુવાનોએ ન છૂટકે આ ગેરકાયદે રકમ ચૂકવી દીધી હતી. આમ, આ ઠગબાજોએ નોકરીની શોધમાં નીકળેલા યુવાનોની આશાને પણ લૂંટી લીધી હતી.

પોલીસ સૂત્રોએ ઉમેર્યુ હતું કે, આરોપી નિતેશ ખવાણી આ સમગ્ર ઓપરેશનનો માસ્ટરમાઇન્ડ હતો, જે પોતે ડિજિટલ માર્કેટિંગનો નિષ્ણાત હોવાનું જણાવતો હતો. તેના ગુનાહિત રેકોર્ડમાં અમદાવાદ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ લોન અને ડિજિટલ પેમેન્ટ ફ્રોડના કેસ નોંધાયેલા છે. કોલ સેન્ટર મેનેજર મોહમ્મદ જાવેદ નાસિરવાલા અને અન્ય 8 કર્મચારી આ કૌભાંડમાં સક્રિય હતા. તેઓ સ્ક્રિપ્ટના આધારે પીડિતોને ફોન કરતા અને રિકવરી ટીમના સભ્યો કાયદાકીય નોટિસ દ્વારા ડરાવતા.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News Gujaratigang caughtGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNakri and loan scamNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharsuratTaja Samacharviral news
Advertisement
Next Article