For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરઃ રાજભવનમાં રંગોળીના રંગોમાં પથરાયો પ્રાકૃતિક ખેતીનો સંદેશ

11:22 AM Oct 31, 2024 IST | revoi editor
ગાંધીનગરઃ રાજભવનમાં રંગોળીના રંગોમાં પથરાયો પ્રાકૃતિક ખેતીનો સંદેશ
Advertisement

ગાંધીનગરઃ દિવાળી અને નૂતન વર્ષના તહેવારોમાં રાજભવન રંગોળી અને રોશનીથી દીપી ઉઠ્યું છે. રાજભવનની રંગોળી શોભાની સાથો સાથ સંદેશો પણ આપે છે. લોકોના સ્વાસ્થ્ય, ખેડૂતોની સમૃદ્ધિ તથા હવા-પાણી અને જમીનની જાળવણી માટે ચિંતિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા સતત પ્રયત્નશીલ છે.

Advertisement

રાજભવનમાં વિશાળ રંગોળીના રંગોમાં 'સ્વસ્થ ભવિષ્ય માટે પ્રાકૃતિક કૃષિ'નો સંદેશ પથરાયો છે. રાજ્યપાલે નવા વર્ષમાં પ્રાકૃતિક કૃષિ પેદાશોનો જ ઉપયોગ કરવાનો સંકલ્પ લેવા સૌને અનુરોધ કર્યો છે. દીપોત્સવની સંધ્યાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ આ રંગોળી પાસે દીવડા પ્રગટાવ્યા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement