For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગર જિલ્લામાં ખનીજચોરી સામે તંત્રનો સપાટો, એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

06:39 PM Jan 19, 2025 IST | revoi editor
ગાંધીનગર જિલ્લામાં ખનીજચોરી સામે તંત્રનો સપાટો  એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
Advertisement
  • ખનીજ વિભાગે ગેરકાયદે રેતીની હેરાફેરી સામે ઝૂંબેશ હાથ ધરી
  • 6 વાહનો પકડીને એક કરોડનો મુદ્દામાલ કબજે કર્યો
  • તંત્રની કડક કાર્યવાહીથી ખનીજચોરોમાં ફફડાટ

ગાંધીનગરઃ જિલ્લામાં સાબરમતી નદી ઉપરાંત અન્ય નદીઓમાં રેતીની બેફામ ચોરી થઈ રહી છે. ત્યારે આ અંગે ફરિયાદો ઊઠ્યા બાદ જિલ્લાનું ખનીજ વિભાગ સક્રિય બન્યુ છે. જિલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરીની ટીમો દ્વારા ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદે રેતીની હેરફેર સામે ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે એક જ દિવસમાં વધુ 6 વાહનો પકડી કુલ 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરતા ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ ભૂસ્તર તંત્રના ચેકીંગ દરમિયાન કલોલ તાલુકાના પલીયડ પાસેથી ડમ્પર નં. AS-02-DC-7578માં સાદી રેતી ખનીજનું રોયલ્ટી પાસ કરતા 12.29 મેટ્રીક ટન વધુ વહન કરતા તથા ગાંધીનગર તાલુકામાંથી ડમ્પર નં. GJ-13-AW-6826માં સાદી માટી ખનીજના રોયલ્ટી પાસ કરતા 6.12 મેટ્રીક ટન વધુ વહન કરતા અને કલોલ તાલુકાના મુલસાણા પાસેથી ડમ્પર નં- GJ-24-X-6828માં સાદી રેતી ખનીજ રોયલ્ટી પાસ વગર 28.72 મેટ્રીક ટન બિનઅધિકૃત વહન કરતા પકડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત દહેગામ મામલતદાર દ્વારા તાલુકાના નારણાવટ ખાતે આકસ્મિક તપાસ કરતા સ્થળ પરથી બિનઅધિકૃત સંગ્રહ કરેલ સાદી રેતી ખનિજનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત નંબર પ્લેટ વિનાનું ટ્રોલી સાથેનું ટ્રેક્ટર, નંબર પ્લેટ વિનાનું ટર્બો ટ્રક, નંબર પ્લેટ વિનાનું જેસીબી મશીન પકડી જપ્ત કરવામાં આવ્યું છે. બિનઅધિકૃત સંગ્રહ કરેલ સાદીરેતી ખનિજના વિસ્તારના જથ્થાની માપણી કરી દંડકીય રકમની વસુલાત અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જપ્ત કરેલા વાહનો/ મશીનના માલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ,ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો હેઠળ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. (File photo)

Advertisement

Advertisement
Tags :
Advertisement