ગાંધીનગરઃ જાણીતા લેખક પુલક ત્રિવેદીના પિતા ઉપર લખાયેલા પુસ્તકનું લોકાર્પણ કરાશે
03:21 PM May 17, 2025 IST | revoi editor
Advertisement
અમદાવાદઃ જાણીતા લેખક પુલક ત્રિવેદીના પિતા સ્વર્ગસ્થ મનુભાઈ શંકરલાલ ત્રિવેદી ઉપર લખાયેલા પુસ્તક સ્થિતપ્રજ્ઞ સરસ્વતીપુત્રનું લોકાર્પણ 18મી મેના રોજ સવારે 11 કલાકે ગાંધીનગરમાં કૃષિભવન પાસે આવેલા ઝવેરચંદ મેઘાણી ભવન ખાતે કરાશે. આ કાર્યક્રમમાં વિમોચનકર્તા અ વક્તા તરીકે, રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરી, ગુજરાત સાહિત્ય અકાદમીના અઘ્યક્ષ ભાગ્યેશભાઈ જહા, જાણીતા શિક્ષણવિદ, ચિંતક, લેખક ભાસ્કરભાઈ મહેતા, જાણીતા લેખક અને ચિંતક પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ અને ગુજરાત સાહિત્ય અકાદમી મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવ ઉપસ્થિત રહેશે.
Advertisement
Advertisement