For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

G-20એ મહત્વાકાંક્ષા અને અમલીકરણ વચ્ચે સેતુ તરીકે કામ કરવું જોઈએઃ ભૂપેન્દ્ર યાદવ

11:45 AM Oct 17, 2025 IST | revoi editor
g 20એ મહત્વાકાંક્ષા અને અમલીકરણ વચ્ચે સેતુ તરીકે કામ કરવું જોઈએઃ ભૂપેન્દ્ર યાદવ
Advertisement

નવી દિલ્હીઃ કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે, G-20એ મહત્વાકાંક્ષા અને અમલીકરણ વચ્ચે સેતુ તરીકે કામ કરવું જોઈએ, જેથી દરેક રાષ્ટ્રના યોગદાનનું સન્માન થાય અને દરેક રાષ્ટ્રની ક્ષમતામાં વધારો થાય.તેઓ ગઈકાલે દક્ષિણ આફ્રિકામાં G-20 જળવાયુ અને પર્યાવરણીય ટકાઉપણું કાર્યકારી જૂથના મંત્રીસ્તરીય બેઠકના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરી રહ્યા હતા.

Advertisement

તેમણે જણાવ્યું કે, દેશ જૈવવિવિધતા સંરક્ષણ માટે પ્રસ્તાવિત ઇકોસિસ્ટમ-આધારિત અભિગમો, સહભાગી અમલીકરણ અને લેન્ડસ્કેપ-સ્તરના સંરક્ષણ મોડેલોમાં ખરેખર વિશ્વાસ રાખે છે અને તેનું સમર્થન કરે છે.શ્રી યાદવે જણાવ્યું કે, આબોહવા સંરક્ષણ વિકાસને ટેકો આપે છે, પરંતુ બધા દેશોએ સમાન જવાબદારી પણ વહેંચવી જોઈએ. શ્રી યાદવે ભાર મૂક્યો કે, એક સર્વાંગી સામાજિક અભિગમ અને લોકોને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે. તેમણે મૂળભૂત બાબતો તરફ પાછા ફરવાની સુસંગતતા સાથે તેને એકીકૃત કરવાના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમ કે ગયા વર્ષે G-20 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement