For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં સિનિયર સિટિઝન્સના AMTS-BRTS બસના મફત પાસ માટે વધુ 9 સ્થળોએ સુવિધા

05:55 PM Jul 14, 2025 IST | Vinayak Barot
અમદાવાદમાં સિનિયર સિટિઝન્સના amts brts બસના મફત પાસ માટે વધુ 9 સ્થળોએ સુવિધા
Advertisement
  • શહેરમાં 65 વર્ષથી વધુની વયના નાગરિકો માટે AMTS,BRTSમાં મફત પ્રવાસની જાહેરાત,
  • શહેરમાં બે સ્થળોએ કાઉન્ટર ખોલાતા વડિલોની લાંબી લાઈનો લાગતી હતી,
  • હવે 8:15 વાગ્યાથી બપોરે 3:00 વાગ્યા સુધી પાસ કઢાવી શકાશે

અમદાવાદઃ શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ બસોમાં 75 વર્ષની ઉંમરના સિનિયર સિટિઝન્સને મફત મુસાફરીનો લાભ અપાતો હતો. એમાં ઘટાડો કરીને હવે 65 વર્ષની ઉંમરના સિનિયર સિટિઝન્સને મફત મુસાફરીના લાભની એએમસીએ જાહેરાત કર્યા બાદ મફત મુસાફરીના પાસ મેળવવા માટે સિનિયર સિટિઝન્સની લાઈનો લાગતી હતી. એએમસી દ્વારા મફત મુસાફરીના પાસ માટે માત્ર બે સેન્ટર કાર્યરત કરાયા હતા. તેથી વડિલોને મફત મુસાફરીના પાસ મેળવવા માટે કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું. આથી મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ હવે મફત મુસાફરીના પાસ માટે 9 જેટલા સેન્ટરો કાર્યરત કર્યા છે.

Advertisement

અમદાવાદ શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે શહેરીજનો માટે BRTS અને AMTS બસ ચલાવવામાં આવે છે. મુસાફરી માટે વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનના પાસ કાઢી આપવામાં આવે છે. AMTS અને BRTS બસમાં સિનિયર સિટીઝનોને ફ્રી મુસાફરી માટેના પાસ કાઢવા ઝાંસીની રાણી અને સોનીની ચાલી એમ બે BRTS સ્ટેશન પર સુવિધા શરૂ કરવામાં આવી હતી. જોકે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા ભીડ થઈ હતી. જેથી આજથી ત્રણ મુખ્ય એમટીએસ ટર્મિનસ અને છ જેટલા અન્ય ટર્મિનસ પરથી સિનિયર સિટીઝનો અને વિદ્યાર્થીઓ પોતાના પાસ કઢાવી શકશે.

શહેરમાં BRTS બસમાં સિનિયર સિટીઝન તેમજ વિદ્યાર્થીઓના પાસ કઢાવવા માટે થઈને નવા 6 જેટલા AMTS બસ ટર્મિનસ ઉપર કાઉન્ટર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સારંગપુર અને જુના વાડજ બસ ટર્મિનસ તેમજ ખાનપુર રિટ્ઝ હોટલ AMTS બસ ડેપો ખાતેથી પણ સવારે 8:15 વાગ્યાથી બપોરે 3:00 વાગ્યા સુધી પાસ કઢાવી શકશે. બપોરે 12:00 થી 12:30 વાગ્યા દરમિયાન રિસેસ રહેશે.  આ સમયગાળા દરમિયાન સિનિયર સિટીઝનો પોતાના નિયત પુરાવા સાથે ફોટો પડાવી અને 75 રૂપિયા ભરીને નવા બીઆરટીએસના પાસ મેળવી શકશે.સિનિયર સિટીઝનો માટે અત્યાર સુધીમાં 75 વર્ષથી ઉપરની વયના મુસાફરો માટે મફત પાસની સુવિધા હતી પરંતુ હવેથી 65 વર્ષથી ઉપરના લોકો માટે મફત પાસની સુવિધા કરવામાં આવી છે. દિવ્યાંગ લોકોને પણ બીઆરટીએસ બસમાં મુસાફરી માટે 40 ટકા કન્સેન્શન આપવામાં આવતું હતું. જેની જગ્યાએ હવે મફત મુસાફરીનો પાસ કાઢી આપવામાં આવશે. વિદ્યાર્થીઓ અને મનપસંદ મુસાફરી વગેરે માટે નિયત કરેલી ફી અને કાર્ડથી ભરીને પાસ કઢાવી શકશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement