For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભરુચના દહેજની એક કંપનીમાં ગેસ લીકેજ થતાં ચાર કામદારના મોત

02:22 PM Dec 29, 2024 IST | revoi editor
ભરુચના દહેજની એક કંપનીમાં ગેસ લીકેજ થતાં ચાર કામદારના મોત
Advertisement

અમદાવાદઃ ભરૂચથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યાં છે. ભરુચના દહેજ વિસ્તારમાં આવેલી GFL કંપનીમાં ગેસ લીકેજ થતાં ચાર કામદાર મૃત્યુ પામી જતાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાની જાણકારી મળતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ભરૂચના દહેજમાં આવેલ જીએફએલ કંપનીમાં ગેસ ગળતરને કારણે ચાર કામદારોના મોત થયા છે. જીએફએલ કંપનીના સીએમએસ પ્લાન્ટમાં આ દુર્ઘટના બની હતી. ગેસલાઈનનો વાલ્વ લીકેજ થતા કામ કરતા કામદારોને તેની અસર થવા લાગી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને અસરગ્રસ્ત કામદારોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યા આ  કામદારોના મોત થયા હતા. દહેજ પોલીસે મૃતકોનો કબજો મેળવી, આગળની કાનુન કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ રાજેશ કુમાર (રહે. ગુજરાત), મુદ્રિકા યાદવ (રહે. ઝારખંડ), સુશિત પ્રસાદ અને મહેશ નંદલાલ (બંને ઉત્તર પ્રદેશના રહેવાસી) તરીકે થઈ છે. જીએફએલ, દહેજના ડેપ્યુટી જનરલ મેનેજર જીગ્નેશ પરમારે જણાવ્યું હતું કે તેઓ આ મામલાની તપાસ કરશે અને દરેક મૃતક કર્મચારીના પરિજનોને 25 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે, 'કંપની અને મેનેજમેન્ટ આ ઘટનાથી દુખી છે. અમે કાનૂની સત્તાવાળાઓને સહકાર આપવાનું વચન આપ્યું છે અને અમે આ બાબતની તપાસ કરીશું અને અમારો રિપોર્ટ સબમિટ કરીશું. ભરૂચ મેજિસ્ટ્રેટ મનીષા મનાણીએ જણાવ્યું હતું કે, 'અંબેટા ગામ પાસેના GFL પ્લાન્ટમાં ગેસ લીક ​​થવાને કારણે ચાર લોકોના મોત થયા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement