મનુ ભાકર- ડી ગુકેશ સહિત ચાર ખેલાડીને મળ્યા ખેલ રત્ન એવોર્ડ, 34 અર્જુન પુરસ્કાર સમ્માનિત કરાયાં
નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક 2024માં બે મેડલ જીતનાર મનુ ભાકર અને વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ સહિત ચાર ભારતીય ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં ખેલાડીઓને પુરસ્કારો આપ્યા હતા. આ ઉપરાંત, પુરુષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લીટ પ્રવીણ કુમારને પુરસ્કારો આપવામાં આવ્યા હતા. મનુ ભાકરે 2024 પેરિસ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા, જેમાંથી એક તેણીએ સિંગલ મહિલા 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં જીત્યો હતો. બીજો મેડલ મિશ્ર 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં જીત્યો હતો. જ્યારે ડી ગુકેશે સૌથી નાની ઉંમરના વિશ્વ ચેસ ચેમ્પિયન બનવાનો ખિતાબ જીત્યો હતો.
ગુકેશે ચીની ગ્રાન્ડમાસ્ટર ડિંગ લિરેનને હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી હતી. ગુકેશ માત્ર 18 વર્ષની ઉંમરે વિશ્વ ચેમ્પિયન બન્યો છે. પુરુષ ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ 2024 પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતા. આ ઉપરાંત હરમનપ્રીત ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ વિજેતા ટીમનો પણ ભાગ હતી. બીજી તરફ, હાઈ જમ્પર પ્રવીણ કુમારની વાત કરીએ તો, તેમણે 2024 પેરિસ પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત, પ્રવીણ કુમારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પ્રવીણ કુમારનો ડાબો પગ જન્મથી જ નાનો હતો.
- 34 ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો
જ્યોતિ યારાજી, એથ્લેટિક્સ
અન્નુ રાની, એથ્લેટિક્સ
નીતુ, બોક્સિંગ
સ્વીટી, બોક્સિંગ
વાંતિકા અગ્રવાલ, ચેસ
સલીમા ટેટે, હોકી
અભિષેક, હોકી
સંજય, હોકી
જર્મનપ્રીત સિંહ, હોકી
સુખજીત સિંહ, હોકી
રાકેશ કુમાર, પેરા-તીરંદાજી
પ્રીતિ પાલ, પેરા-એથ્લેટિક્સ
સચિન સરજેરાવ ખિલારી, પેરા એથ્લેટિક્સ
ધરમબીર- પેરા એથ્લેટિક્સ
પ્રણવ સુરમા, પેરા એથ્લેટિક્સ
એચ હોકાટો, સેમા પેરા એથ્લેટિક્સ
સિમરન, પેરા એથ્લેટિક્સ
નવદીપ, પેરા એથ્લેટિક્સ
તુલસીમતી મુરુગેસન, પેરા બેડમિન્ટન
નિત્ય શ્રી સુમતિ શિવાન, પેરા બેડમિન્ટન
મનીષા રામદાસ, પેરા બેડમિન્ટન
કપિલ પરમાર, પેરા જુડો
મોના અગ્રવાલ, પેરા શૂટિંગ
રૂબીના ફ્રાન્સિસ, પેરા શૂટિંગ
સ્વપ્નિલ સુરેશ કુસાલે, શૂટિંગ
સરબજોત સિંહ, શૂટિંગ
અભય સિંહ, સ્ક્વોશ
સાજન પ્રકાશ, સ્વિમિંગ
અમન સહવારત, કુસ્તી
સુચા સિંહ (લાઈફટાઈમ), એથ્લેટિક્સ
મુરલી કાંત (લાઈફટાઈમ), રાજારામ પેટકર પેરા તરવૈયા
- 5 કોચને દ્રોણાચાર્ય એવોર્ડ
સુભાષ રાણા, પેરા શૂટિંગ (નિયમિત)
દીપાલી દેશપાંડે, શૂટિંગ (નિયમિત)
સંદીપ સાંગવાન, હોકી (નિયમિત)
એસ મુરલીધરન, બેડમિન્ટન (લાઈફટાઈમ)
આર્માન્ડો એગ્નેલો કોલાકો, ફૂટબોલ (લાઈફટાઈમ)