મુંબઈના કુર્લામાં બેસ્ટની બસે અકસ્માતની હારમાળા સર્જી, સાતના મોત
મુંબઈઃ મુંબઈના કુર્લા વિસ્તારમાં બેસ્ટની બસ કાબૂ બહાર ગઈ હતી અને ઘણા લોકોને ટક્કર મારી હતી. જેમાં 7 વ્યક્તિના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે 25 ઘાયલ છે. રાત્રે મુંબઈના કુર્લા વિસ્તારમાં બેસ્ટની બસ કાબૂ બહાર ગઈ હતી અને ઘણા લોકોને ટક્કર મારી હતી. જેમાં 4ના મોત થયા હતા. જ્યારે 25 ઘાયલ થયા હતા. અકસ્માત અંગે પોલીસે જણાવ્યું કે અકસ્માત કુર્લા (વેસ્ટ)માં એસજી બર્વે રોડ પર અંજુમન-એ-ઈસ્લામ સ્કૂલની સામે રાત્રે 9.50 કલાકે થયો હતો. બેસ્ટની એક અનિયંત્રિત બસ અનેક વાહનો સાથે અથડાઈ હતી. જેના કારણે અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હતા.
અકસ્માત બાદ ઘાયલ લોકોને નજીકની ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય એક મુસાફરનું સારવાર દરમિયાન મોત થયું હતું. હાલ ઘાયલોની સારવાર ચાલી રહી છે. કેટલાક મૃતદેહોની હાલત નાજુક છે. નવીનતમ માહિતી અનુસાર, ભાભા હોસ્પિટલ સિવાય કેટલાક લોકોને અન્ય હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં લોકોની સારવાર ચાલી રહી છે.