ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું નિધન, બિડેને દુઃખ વ્યક્ત કર્યું
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું 100 વર્ષની વયે અવસાન થયું. તેઓ અત્યાર સુધીના સૌથી વૃદ્ધ જીવિત અમેરિકન રાષ્ટ્રપતિ હતા. ભારતની મુલાકાત લેનારા તેઓ ત્રીજા અમેરિકી રાષ્ટ્રપતિ પણ હતા. કાર્ટરનું જ્યોર્જિયામાં તેમના ઘરે અવસાન થયું. તે ચામડીનાં કેન્સરથી પીડિતા હતા. તેમણે સારવાર બંધ કરી દીધી હતી અને ઘરે તેની સંભાળ રાખવામાં આવી હતી. તેમના મૃત્યુ અંગેની માહિતી કાર્ટર સેન્ટરે આપી હતી. તેમના પુત્ર ચિપ કાર્ટરે કહ્યું, મારા પિતા મારા માટે અને શાંતિ, માનવાધિકાર અને નિઃસ્વાર્થ પ્રેમમાં માનનારા બધા માટે હીરો હતા. તેમણે લોકોને એક સાથે જોડીને આખી દુનિયાને અમારો પરિવાર બનાવ્યો. તેમની સ્મૃતિને માન આપવા માટે આ મૂલ્યોને અપનાવવાનું ચાલુ રાખો. જો બિડેને કાર્ટરના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું, "તેમની સાથે ઘણી અતુલ્ય યાદો જોડાયેલી છે." મારા મતે, અમેરિકા અને વિશ્વએ એક નોંધપાત્ર નેતા ગુમાવ્યા છે. તે એક રાજકારણી અને માનવતાવાદી હતા અને મેં એક પ્રિય મિત્ર પણ ગુમાવ્યો. હું જીમી કાર્ટરને 50 વર્ષથી જાણું છું.
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જ્યારે જીમી રાષ્ટ્રપતિ બન્યા ત્યારે આપણો દેશ નિર્ણાયક તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો અને તેણે અમેરિકન લોકોના જીવનને સુધારવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા હતા. આ માટે, અમે બધા તેમના આભારી છીએ. નોંધનીય છે કે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ કાર્ટર ડેમોક્રેટ પાર્ટી વતી 1977થી 1981 સુધી એક કાર્યકાળ રહ્યા હતા. તેમના સમય દરમિયાન ઈઝરાયેલ અને ઈજિપ્ત વચ્ચે કેમ્પ ડેવિડ કરાર જેવી સિદ્ધિઓ હતી. કાર્ટરે તેમના પ્રમુખપદ પછી અસાધારણ કાર્યા હતા. 2002માં નોબેલ શાંતિ પુરસ્કાર જીત્યો. આંતરરાષ્ટ્રીય વિવાદોનો શાંતિપૂર્ણ ઉકેલો શોધવા, લોકશાહી અને માનવાધિકારોને વધારવા અને આર્થિક તથા સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો માટે તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું.
કાર્ટર 1978માં ભારતની મુલાકાત દરમિયાન તેમની પત્ની સાથે આવ્યા હતા. તેઓ રાષ્ટ્રપતિ નીલમ સંજીવા રેડ્ડી અને પ્રધાનમંત્રી મોરારજી દેસાઈને મળ્યા હતા તેમને સંસદને સંબોધિત કરી હતી. ગુરુગ્રામમાં એક ગામની તેમણે મુલાકાત લીધી હતી, તેમના સન્માનમાં તે ગામને કાર્ટરપુરી નામ આપવામાં આવ્યું હતું.