અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બૉલ્ટને ડૉનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા કરી
06:28 PM Sep 04, 2025 IST | revoi editor
Advertisement
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બૉલ્ટને રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા કરી. તેમણે ભારત પર લગાવાયેલા 50 ટકાના વેરાની પૃષ્ઠભૂમિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રશિયા અને ચીનની નજીક લાવવા બદલ ટીકા કરી છે.
Advertisement
એક સોશિયલ મીડિયા સંદેશમાં બૉલ્ટને કહ્યું, વ્હાઈટ હાઉસે શ્રી મોદીને રશિયા અને ચીનની નજીક લાવીને અમેરિકા—ભારત સંબંધોને દાયકાઓ પાછળ ધકેલી દીધા છે. બેઇજિંગે પોતાને અમેરિકા અને ડૉનાલ્ડ ટ્રમ્પના વિકલ્પ તરીકે રજૂ કર્યું છે.
બૉલ્ટને ટ્રમ્પની વેરાની નીતિની ટીકા કરતા કહ્યું, આ નીતિએ ભારતને તત્કાલિન સોવિયત સંઘ એટલે કે, રશિયા સાથે શીતયુદ્ધના સંબંધથી દૂર કરવામાં અને ચીનથી વધતા જોખમને પહોંચી વળવાના પશ્ચિમના પ્રયાસને દાયકાઓ સુધી ધ્વસ્ત કરી દીધા છે.
Advertisement
Advertisement