પાકિસ્તાન ક્રિકેટના પતન પર પૂર્વ ખેલાડી ઈન્ઝમામ-ઉલ-હક્કે વ્યક્ત કરી ચિંતા
પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકે દેશમાં ક્રિકેટના પતન પર ચિંતા વ્યક્ત કરી છે અને રમત ચલાવનારાઓ દ્વારા અનેક ક્ષેત્રોમાં કરવામાં આવેલી ભૂલોને જવાબદાર ઠેરવી છે. ઇન્ઝમામે લાહોરમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં રાષ્ટ્રીય ટીમના પ્રદર્શનમાં ઘણો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે, આપણે યોગ્ય દિશામાં કામ કરી રહ્યા નથી અને ઘણા ક્ષેત્રોમાં સતત ભૂલો કરી રહ્યા છીએ.
રાષ્ટ્રીય પસંદગી સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ ઇન્ઝમામે ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં કોઈ નક્કર યોજના બનાવવામાં નહીં આવે તો ઘટાડો ચાલુ રહેશે. તેમણે આ માટે ટીમ મેનેજમેન્ટ, કોચ અને ખેલાડીઓમાં સતત થતા ફેરફારોને જવાબદાર ઠેરવ્યા. ઇન્ઝમામે કહ્યું, મારું માનવું છે કે ક્રિકેટ બોર્ડે હવે તેની ભૂલોમાંથી શીખવું જોઈએ અને છેલ્લા બે વર્ષથી જે ભૂલો કરી રહ્યું છે તેનું પુનરાવર્તન કરવાનું ટાળવું જોઈએ.
તેમણે કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાન ટીમના પ્રદર્શનમાં ઘણો ઘટાડો થયો છે. જો આપણે યોગ્ય દિશામાં તાત્કાલિક પગલાં નહીં ભરીએ, તો આ ઘટાડો ચાલુ રહેશે. આપણે બેસીને વિચારવું જોઈએ કે આપણે ક્યાં ભૂલો કરી.