For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને નાઈટહૂડની ઉપાધિથી સન્માનિત કરાયો

10:00 AM Apr 14, 2025 IST | revoi editor
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને નાઈટહૂડની ઉપાધિથી સન્માનિત કરાયો
Advertisement

ઈંગ્લેન્ડના 42 વર્ષીય દિગ્ગજ ક્રિકેટર જેમ્સ એન્ડરસનને નાઈટહૂડનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે. ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકની સન્માન યાદીમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પૂર્વ પીએમ સુનકના સારા એવા પ્રશંસક છે. ગયા વર્ષે તેણે એન્ડરસન અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ સાથેનો પોતાનો વીડિયો શેર કર્યો હતો. એન્ડરસને ગયા વર્ષે જુલાઈમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.

Advertisement

બ્રિટિશ સરકારના જણાવ્યા અનુસાર, એન્ડરસનને ક્રિકેટ પ્રત્યેની તેમની સેવા બદલ આ ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે. એન્ડરસન પહેલા આ ખિતાબ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂક અને એન્ડ્રુ સ્ટ્રોસને પણ આપવામાં આવ્યો છે. એન્ડરસન ઇંગ્લેન્ડનો 13મો ક્રિકેટર છે જેને રમતમાં તેમના યોગદાન બદલ નાઈટહૂડથી સન્માનિત કરવામાં આવ્યો છે. 2000 પછી આ સન્માન મેળવનાર તે પાંચમો ખેલાડી છે. તેમના પહેલા ઇયાન બોથમ (2007), બોયકોટ (2019), કૂક (2019) અને સ્ટ્રોસ (2019) ને આ સન્માન મળી ચૂક્યું છે.

એન્ડરસન 704 ટેસ્ટ વિકેટ સાથે ઓલ ટાઈમ યાદીમાં શ્રીલંકાના મુથૈયા મુરલીધરન (800) અને ઓસ્ટ્રેલિયાના શેન વોર્ન (708) પછી ત્રીજા ક્રમે છે. તે ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. એન્ડરસનને IPL 2025 માટે મેગા ઓક્શનમાં સામેલ કરવામાં આવ્યો હતો, તેને 1.25 કરોડ રૂપિયાના બેઝ પ્રાઈઝ પર સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, કોઈપણ ફ્રેન્ચાઇઝીએ એન્ડરસનને હસ્તગત કરવામાં રસ દાખવ્યો ન હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement