PMની આર્થિક સલાહકાર પરિષદમાં પૂર્વ ED વડા સંજય કુમાર મિશ્રાને સામેલ કરાયાં
નવી દિલ્હીઃ ઈડીના પૂર્વ વડા સંજ્ય કુમાર મિશ્રાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદમાં સામેલ કરવામાં આવ્યાં છે.
ભૂતપૂર્વ ED વડા સંજય કુમાર મિશ્રાને 2018 માં પહેલી વાર ED વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, એજન્સીના વડા તરીકે કામ કરતી વખતે મિશ્રાને કેન્દ્ર દ્વારા અનેક વખત કાર્યકાળમાં વધારો આપવામાં આવ્યો હતો. બાદમાં, સુપ્રીમ કોર્ટે તેમના ત્રીજા અને અંતિમ એક્સટેન્શનને "ગેરકાયદેસર" જાહેર કર્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ભૂતપૂર્વ વડા સંજય કુમાર મિશ્રાને બુધવારે વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)માં સામેલ કરવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશના 1984 બેચના ભારતીય મહેસૂલ સેવા (IRS) અધિકારી મિશ્રાને સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. EAC-PM એક સ્વતંત્ર સંસ્થા છે જે વડા પ્રધાનને મુખ્ય આર્થિક મુદ્દાઓ પર બ્રીફિંગ અને સલાહ આપવાનું કામ સોંપે છે.