For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંજ કેજરિવાલ તિહાર જશેઃ BJPના સાંસદ યોગેન્દ્ર ચંદોલિયા

03:32 PM Feb 08, 2025 IST | revoi editor
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંજ કેજરિવાલ તિહાર જશેઃ bjpના સાંસદ યોગેન્દ્ર ચંદોલિયા
Advertisement

નવી દિલ્હીઃ ભાજપના સાંસદ યોગેન્દ્ર ચંદોલિયાએ કહ્યું કે "પીએમ મોદીની અપીલ સાંભળવા બદલ હું દિલ્હીના લોકોનો આભાર માનું છું... કેજરીવાલ બધા મોડેલોમાં નિષ્ફળ ગયા છે... એ ચોક્કસ છે કે કેજરીવાલ તિહાડ જશે. તેઓ મુખ્યમંત્રી બનવા માંગતા હતા, પરંતુ હવે તેઓ ધારાસભ્ય પણ નહીં બને... પાર્ટી હાઇકમાન્ડ દ્વારા પસંદ કરાયેલ કોઈપણ પાર્ટી કાર્યકર દિલ્હીનો આગામી મુખ્યમંત્રી હશે..."

Advertisement

ભાજપના સાંસદ રવિ કિશને દિલ્હી ચૂંટણીના વલણો પર કહ્યું કે "આ વડા પ્રધાન મોદીની ગેરંટી છે, કોઈ મુખ્યમંત્રીનો ચહેરો નહોતો, આ ભાજપ પર લોકોનો વિશ્વાસ છે. પૂર્વાંચલ અને સમગ્ર દિલ્હીના લોકોનો આભાર. અરવિંદ કેજરીવાલ અને AAP દ્વારા શરૂ કરાયેલ ગંદી રાજનીતિનો અંત આવ્યો છે. હવે દિલ્હી ઝડપથી વિકાસ કરશે..."

દરમિયાન સામાજિક કાર્યકર અન્ના હજારેએ જણાવ્યું હતું કે, હું ઘણા સમયથી કહેતો આવ્યો છું કે ચૂંટણી લડતી વખતે ઉમેદવારનું ચારિત્ર્ય હોવું જોઈએ, સારા વિચારો હોવા જોઈએ અને તેની છબી ખરડાય નહીં. પરંતુ, તેમને (AAP) તે સમજાયું નહીં. તે દારૂ અને પૈસામાં ફસાઈ ગયા, જેનાથી તેની (અરવિંદ કેજરીવાલની) છબી ખરાબ થઈ. મેં તેમને (અરવિંદ કેજરીવાલ) પહેલા પણ સમજાવ્યું હતું, પણ તેમના ધ્યાનમાં આ વાત આવી નહીં. તેઓ દારૂ અને પૈસામાં ફસાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement