હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

વડોદરામાં પોલીસની હાજરીમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પૂત્રની હત્યા

06:05 PM Nov 18, 2024 IST | revoi editor
Advertisement

વડોદરાઃ શહેરના સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પોલીસની હાજરીમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પૂત્રની હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ હતી. ભાજપના પૂર્વ કોર્પોરેટર તેમના વિસ્તારમાં છોકરાઓ વચ્ચેની માથાકૂટમાં બે યુવાનોને ઈજાઓ થતાં સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને પૂર્વ કોર્પોરેટર અને તેનો પૂત્ર ખબર કાઢવા માટે આવ્યા હતા. ત્યારે આ બનાવ બન્યો હતો.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર (રાજા)ના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા કરી દેવાતા ચકચાર મચી છે. પોતાના વિસ્તારના યુવકોની મદદે હોસ્પિટલ પર આવેલા યુવક પર બાબર નામના શખ્સે પોલીસની હાજરીમાં જ છરીથી હુમલો કરી હત્યા નિપજાવી હતી. આ ઘટનાના પગલે રાત્રે સયાજી હોસ્પિટલ પર લોકોનાં ટોળાં એકઠાં થતાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ઉપરાંત શહેરના નાગરવાડા વિસ્તારમાં પણ સ્થિતિ વધુ બગડે નહીં તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મૃતકના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો કારેલીબાગ પોલીસ સ્ટેશન પહોંચી હોબાળો મચાવ્યો હતો. પોલીસના વાહન પર પથ્થર પણ ફેંકાયો હતો.

આ બનાવ અંગે ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમાર (રાજા) એ જણાવ્યું હતું કે, નાગરવાડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કેટલાક છોકરાઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં અમારા મહોલ્લાના વિક્રમ અને ભયલુ નામના બે છોકરાને વાગ્યું હતું. જેથી લોકોનાં ટોળેટોળાં એકત્ર થઈ ગયાં હતાં અને આ બંને છોકરાઓને તુરંત જ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હું અને મારો દીકરો તપન પણ સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં બંને છોકરાઓની સારવાર કરાવી હતી. ત્યારબાદ હું મારો દીકરા તેને મળ્યા હતા અને કહ્યું હતું કે હું નીકળું છું તું આ લોકોની સારવાર થઈ જાય પછી ઘરે આવી જજે. હું ઘરે જઈને હજી પાણી જ પીવું છું ત્યાં મને સમાચાર મળ્યા કે તમારા છોકરાને તલવાર વાગી છે, તમે જલદી આવી જાઓ. જોકે હોસ્પિટલ પહોચું તે પહેલાં જ મારો દીકરો મરી ગયો હતો. બાબર નામના કોઈ માથાભારે વ્યક્તિએ આ કૃત્ય કર્યુ છે.  તેની સામે ઘણા ગુના નોંધાયેલા છે. મારા દીકરાની કોઈની સાથે દુશ્મની નહોતી કે મારી પણ કોઈ સામે દુશ્મનાવટ નહોતી. આ સમયે બાબરની સાથે પોલીસ પણ હતી અને પોલીસની હાજરીમાં જ બનાવ બન્યો છે. જેથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થાય છે. બાબરને પણ પોલીસની વાનમાં લાવવામાં આવ્યો હતો તો તેની પાસે હથિયાર ક્યાંથી આવ્યું. એ મોટો સવાલ છે.

Advertisement

ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, કેટલાક યુવકો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં કેટલા ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ સમયે બાબરે તપનને છરી મારી દીધી હતી. આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. અમે સીસીટીવી મદદથી તપાસ કરી રહ્યા છીએ. એફએસએલની ટીમ પણ તપાસ કરી રહી છે. આરોપી બાબરનો ગુનાહિત ઇતિહાસ છે. તે આગળ મારામારીના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે.

 

 

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavMurderNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharvadodaraviral news
Advertisement
Next Article