હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને કોર્ટે મૃત્યુદંડની સજા સંભળાવી

02:23 PM Nov 17, 2025 IST | revoi editor
Advertisement

ઢાકા, 17 નવેમ્બર, 2025: death sentence to former Bangladesh Prime Minister Sheikh Hasina બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ત્યાંની એક અદાલતે દોષિત ઠેરવ્યા છે. ઘણા મહિનાથી ચાલતા કેસનો આજે સોમવારે ચુકાદો આપતા અદાલતે તેમને માનવતા વિરૂદ્ધ અપરાધ બદલ ચુકાદો ઠેરવ્યા છે. આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલે તેના ચુકાદામાં ભૂતપૂર્વ વડાપ્રધાનને મૃત્યુદંડની સજા સંભળાવી હોવાનું જાણવા મળે છે.

Advertisement

ઓગસ્ટ 2024માં બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર સામે પ્રજાએ મોટાપાયે આંદોલન શરૂ કર્યું તે સમયે તેમના દ્વારા કથિત રીતે બળપ્રયોગ થયો હોવાના આરોપ લાગ્યા હતા. તે સમયે યુએનની માનવ અધિકાર ઑફિસે તેના એક અહેવાલમાં એવો દાવો કર્યો હતો કે 15 જુલાઈથી 15 ઑગસ્ટના આ પ્રજા આંદોલન દરમિયાન શેખ હસીના સરકારે લીધેલા આકરાં પગલાં દરમિયાન ઓછામાં ઓછા 1400 માણસો માર્યા ગયા હતા.

તત્કાલીન વડાપ્રધાન શેખ હસીના ઉપર એવા પણ આક્ષેપ થયા હતા કે, જુલાઈ-ઑગસ્ટ 2024ના લોક આંદોલન દરમિયાન તેx`મણે દેખાવકારો ઉપર હેલિકોપ્ટર અને ડ્રોન વડે ગોળીબાર કરાવ્યા હતા.

Advertisement

બાંગ્લાદેશની અદાલતે તેના ચુકાદામાં નોંધ્યું કે, એ લોક આંદોલન દરમિયાન શેખ હસીનાએ તેમની સરકારના ટીકાકાર એવા પત્રકારો, રાજકારણીઓ તેમજ કર્મશીલોને દેશમાંથી હાંકી કાઢ્યા હતા તેવા પુરાવા ઉપલબ્ધ છે.

જોકે, આજનો ચુકાદો આવે તે પહેલાં શેખ હસીનાના પુત્ર સાજીબ વાઝદે કહ્યું હતું કે, આ ચુકાદાની તેમના માતા ઉપર કોઈ અસર નહીં થાય. વાઝેદે જણાવ્યું હતું કે, અમે જાણીએ છીએ કે શું ચુકાદો આવશે. તેઓ ચુકાદાનું ટેલિવિઝન ઉપર પ્રસારણ કરવાના છે. તેઓ શેખ હસીનાને દોષિત ઠેરવવાના છે અને કદાચ મૃત્યુદંડ પણ આપશે. તેઓ મારી માતાનું શું બગાડી શકશે? મારી માતા ભારતમાં સલામત છે. ભારત તેમને પૂરી સલામતી આપી રહ્યું છે, તેમ વૉશિંગ્ટન ડીસીમાં રહેતા વાઝદે જણાવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય ક્રાઈમ્સ ટ્રિબ્યુનલે આ ઉપરાંત બાંગ્લાદેશના ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝ્ઝમાન ખાનને પણ મૃત્યુદંડની સજા સંભળાવી છે. સાથે ભૂતપૂર્વ પોલીસ વડા ચૌધરી અબ્દુલ્લા અલ-મમુંને પાંચ વર્ષની કેદની સજા કરવામાં આવી હોવાનું એજન્સીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

 

Advertisement
Tags :
Bangladesh courtBangladesh newsBreaking newsFormer Prime Minister Sheikh HasinaNews todaySentenced to DeathSheikh HasinaSheikh Hasina verdictThe International Crimes Tribunal
Advertisement
Next Article