For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કચ્છના રણમાં ઠંડી શરૂ થતાં જ વિદેશી પક્ષીઓ બન્યા મહેમાન

04:25 PM Dec 11, 2024 IST | revoi editor
કચ્છના રણમાં ઠંડી શરૂ થતાં જ વિદેશી પક્ષીઓ બન્યા મહેમાન
Advertisement

• કચ્છના રણમાં છીછરા પાણીમાં છબછબીયા કરતા યાયાવર પક્ષીઓ
• સાઉદી અરેબિયાથી સફેદ અને ગુલાબી લેસર પક્ષીઓનું આગમન
• ઘાસિયા મેદાનોમાં પણ વિદેશી પક્ષીઓનો પડાવ

Advertisement

ભૂજઃ ગુજરાતમાં પોરબંદર, જામનગર સહિત અનેક વિસ્તારોમાં દર વર્ષે વિદેશી પક્ષીઓ મહેમાન બનતા હોય છે. જેમાં કચ્છમાં મોટી સંખ્યામાં યાયાવર સહિત વિદેશી પક્ષીઓ દુર દુરથી આવીને શિયાળા દરમિયાન વસવાટ કરતા હોય છે. કચ્છના રણ વિસ્તારમાં ભરાયેલા છીછરા પાણીમાં છબછબીયા કરતા વિદેશી પક્ષીઓનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે.

સરહદી વિસ્તાર એવા કચ્છના રણમાં દર વર્ષે અનેક યાયવર પક્ષીઓ સેંકડો કિલોમીટરનું અંતર કાપીને શિયાળાની ઋતુ દરમિયાન અહીં આવતા હોય છે. પક્ષીઓ માટે કચ્છનું વેરાન રણ એક સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે અને પક્ષીઓ માટે કચ્છ સ્વર્ગ સમાન છે. દર વર્ષે સાઉદી અરેબિયાથી સફેદ અને ગુલાબી લેસર અને ગ્રેટર ફ્લેમિંગો, ક્રેન, પેલિકન, સ્ટોર્ક ઉપરાંત અનેક પ્રજાતિના વિદેશી પક્ષીઓ અહીં આવે છે. આ અંગે વન વિભાગના અધિકારીના કહેવા મુજબ કચ્છ જિલ્લો ખૂબ જ વિશિષ્ટ પ્રકારની ભૌગોલિક પરિસ્થતિ કારણે ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. કચ્છની વિવિધ પ્રકારની ઇકો સિસ્ટમની સાથે સાથે રણ, ડુંગર અને ઘાસિયા મેદાનો, વેટલેન્ડ અને કાંટાળા જંગલો આવેલા છે. તેમજ સૌથી મોટો દરિયાકાંઠો પણ આવેલો છે. ભારતનો બીજા નંબરનો સૌથી મોટો ચેરિયાનો વિસ્તાર કચ્છમાં આવેલો છે.

Advertisement

આ બધા કારણો અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ માટે એક આશ્રયસ્થાન તરીકે કચ્છને વિશિષ્ટ બનાવે છે. ખાસ કરીને યાયાવર પક્ષીઓ સાઇબેરિયા તેમજ આસપાસના વિસ્તારમાં ખૂબ જ ઠંડી હોવાથી તેઓ સાનુકૂળ વાતાવરણની શોધમાં ભારતમાં આવતા હોય છે અને તેમાં ખાસ કરીને કચ્છમાં માઇગ્રેટરી પક્ષીઓ સેન્ટ્રલ એશિયન ફ્લાય વેનો કચ્છના એક પ્રવેશદ્વાર તરીકે પક્ષીઓ ઉપયોગ કરતા હોય છે
કચ્છના રણ વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધતા વિદેશી નયનરમ્ય પક્ષીઓનું આગમન થયું છે. ભુજના હદય સમાન હમીરસર તળાવ, છારીઢંઢમાં પણ ગ્રેટ વ્હાઇટ પેલિકન, બ્રાઉન પેલિકન, ડાલમેશિયન પેલિકન, પેઇન્ટેડ સ્ટોર્ક,ગ્રે હેરોન, લિટલ બ્લુ બગલા, ગ્રેટ ઇગ્રેટ, લિટલ ઇગ્રેટ,સ્પોટેડ વ્હીસ્ટલિંગ ડક, માર્બલ્ડ ડક, પ્લોવર, રેડ વોટલેડ લેપવિંગ, રેડ નેપ્ડ ઇબિસ, ગ્રેટર ફ્લેમિંગો, લેસર ફ્લેમિંગો, કોમન ક્રેન, ડેમોઇસેલ ક્રેન, વ્હાઇટ સ્ટોર્ક, બ્લેક સ્ટોર્ક, નોર્થન શોવલેર, નોર્થન પીન્ટેઇલ, યુરેશિયન ટીલ, ગાડવોલ, વિજન્સ, સ્ટેપ્પી ઇગલ, લાંબા પગવાળું બઝાર્ડ, ગ્રેટર સ્પોટેડ ઇગલ, કોમન કેસ્ટ્રેલ વગેરે જેવા પક્ષીઓ જોવા મળી રહ્યા છે. વિવિધ પ્રજાતિના પક્ષીઓ સ્થાનિક તથા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

વન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે, કચ્છમાં જુદી જુદી જાતની વનસ્પતિઓ જોવા મળે છે, જેને આરોગવા માટે દર વર્ષે શિયાળાની ઋતુમાં રશિયા અને સાઉદી અરેબિયાથી વિવિધ જાતના પક્ષીઓ અહીં આવે છે. કચ્છમાં 150થી પણ વધુ જાતના પક્ષીઓ જોવા મળે છે. આ યાયાવર પક્ષીઓની સાથે સાથે શિકારી પક્ષીઓ પણ કચ્છ આવે છે. તેમજ કાંઠાના પક્ષીઓ અને સ્થાનિક પક્ષીઓ પણ અહીં જોવા મળે છે. આ પક્ષીઓને પોતાના વતન જેવું જ ખોરાક અને વાતાવરણ મળી રહે છે. જેથી દર વર્ષે શિયાળાની ઋતુ દરમિયાન ત્રણ માસ માટે કચ્છમાં વિહાર કરતા હોય છે.

Advertisement
Tags :
Advertisement