For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમારા માટે આતંકી અને તેમના આકા એકસમાનઃ સેના પ્રમુખ દ્રિવેદી

01:36 PM Nov 17, 2025 IST | revoi editor
અમારા માટે આતંકી અને તેમના આકા એકસમાનઃ સેના પ્રમુખ દ્રિવેદી
Advertisement

નવી દિલ્હીઃ  ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આતંકવાદ મુદ્દે આકરુ વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું, અમારા માટે આતંકવાદી અને આતંકવાદના આકા એક સમાન છે. જે કોઈ આતંકને પ્રોત્સાહન આપશે, તેને યોગ્ય જવાબ આપવામાં આવશે.” તેમણે આગળ ઉમેર્યું કે ઓપરેશન સિંદૂર 2 પાકિસ્તાન માટે નવી ચેતવણી છે. “પાણી અને લોહી એક સાથે વહે શકે નહીં. જો તમે અમને બ્લેકમેઇલ કરશો તો ભારત શાંત નહીં બેસે. હજી તો ફિલ્મ શરૂ પણ થઈ નહોતી.

Advertisement

જનરલ દ્વિવેદીએ પાકિસ્તાનની નીતિઓને પડકારતા કહ્યું હતું કે, “અમે શાંતિની વાત કરીએ છીએ, પરંતુ જો પાકિસ્તાન બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ કરશે તો ભારત ઝૂકીશે નહીં. ઓપરેશન સિંદૂર તો માત્ર એક ટ્રેલર હતું. સમય પ્રમાણે દરેક સ્તરે પગલાં લેવાશે.” તેમના શબ્દોમાં સ્પષ્ટ હતું કે ભારત તમામ મોરચા પર ઝડપી અને મજબૂત પ્રતિભાવ આપવા સક્ષમ છે.

ચીન સાથેની સરહદ પરની પરિસ્થિતિ અંગે તેમણે જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં ઘણો સુધારો થયો છે. “બંને દેશોના નેતાઓ વચ્ચે વાતચીત થઈ છે. ડીસએન્ગેજમેન્ટના ઘણા પગલાં આગળ વધ્યાં છે. રક્ષા પ્રધાનની મુલાકાત દરમિયાન બરફ પીગળવા અંગે ચર્ચા થઈ અને બંને પક્ષે ડાયલોગ વધારવાનું મહત્વ સમજ્યું.”

Advertisement

જનરલ દ્વિવેદીને જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરની પ્રજામાં હવે દેશ સાથે જોડાવાની નવી ઇચ્છા જન્મી છે. “જમ્મુ-કાશ્મીરનો માણસ દેશના દરેક ખૂણે જવા માંગે છે. 5 ઑગસ્ટ 2019 પછી સૌથી મોટો ફેરફાર રાજકીય સ્પષ્ટતાનો આવ્યો છે. કોલેજ, IIT, IIM ખુલ્યા છે અને 21% શાળાઓની સંખ્યા વધી છે.”

તેમણે કહ્યું કે, અગાઉની તુલનામાં આતંકી પ્રવૃત્તિઓમાં ભારે ઘટાડો થયો છે. “આ વર્ષે 31 આતંકવાદી માર્યા ગયા છે, જેમાં 21 પાકિસ્તાની હતા. હવે પથ્થરબાજી થતી નથી. પહલગામ પછી પણ અમરનાથ યાત્રામાં લોકો મોટા પ્રમાણમાં આવ્યા. કાશ્મીરમાં લોકોનું ભારત પ્રત્યે આકર્ષણ વધ્યું છે અને પાકિસ્તાન પ્રત્યેનો વિશ્વાસ ઘટ્યો છે.”

Advertisement
Tags :
Advertisement