For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દેશમાં પ્રથમ વખત લોકસભાના સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે

12:52 PM Jun 25, 2024 IST | revoi editor
દેશમાં પ્રથમ વખત લોકસભાના સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે
Advertisement

નવી દિલ્હીઃ લોકસભા સ્પીકર પદ પર સહમતી ન બની શકયા બાદ વિપક્ષે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. કે સુરેશ વિપક્ષના સ્પીકર પદના ઉમેદવાર હશે. બીજી તરફ એનડીએ વતી ઓમ બિરલાએ લોકસભા સ્પીકર પદ માટે નોમિનેશન ભર્યું છે. બુધવારે લોકસભા સ્પીકરની ચૂંટણી યોજાવાની છે. દેશમાં આ પ્રથમ વખત બનશે જ્યારે સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે. અત્યાર સુધી સ્પીકરની પસંદગી શાસક પક્ષ અને વિપક્ષની સર્વસંમતિથી થતી હતી. પરંતુ આ વખતે આ પરંપરા તૂટતી જોવા મળી રહી છે.

Advertisement

આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે ફોન પર વાત કરી હતી અને સ્પીકર પદ માટે સમર્થન માંગ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, વિપક્ષ સ્પીકર પદને સમર્થન આપવા તૈયાર છે, પરંતુ વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળવું જોઈએ. પરંતુ રાજનાથ સિંહ તરફથી આ અંગે કોઈ જવાબ મળ્યો નથી.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મલ્લિકાર્જુન ખડગેને રાજનાથ સિંહનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું કે તમે અમારા સ્પીકરને સમર્થન આપો. પરંતુ વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળવું જોઈએ. રાજનાથ સિંહે ગઈકાલે કહ્યું હતું કે તેઓ મલ્લિકાર્જુન ખડગેને કોલ પરત કરશે. પરંતુ તેણે કોલ રીટર્ન કર્યો ન હતો. પીએમ મોદી કહી રહ્યા છે કે સહકાર હોવો જોઈએ. પરંતુ અમારા નેતાનું અપમાન કરવામાં આવી રહ્યું છે. સરકારનો ઈરાદો સ્પષ્ટ નથી. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે રાજનાથ સિંહે ખડગે સાથે વાત કરી ત્યારે સરકાર તરફથી કોઈનું નામ સામે આવ્યું ન હતું.

Advertisement

કે. સુરેશ 8 વખત સાંસદ છે. તેઓ 1989, 1991, 1996, 1999, 2009, 2014, 2019, 2024માં સાંસદ તરીકે ચૂંટાયા હતા. કે સુરેશ કેરળની માવેલીક્કારા સીટથી કોંગ્રેસના સાંસદ છે. તેઓ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. સૌથી અનુભવી સાંસદ હોવા છતાં, 1989માં કે સુરેશ પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયા ન હોવા પર વિપક્ષોએ તેમનો વિરોધ કર્યો હતો. 2009માં તેઓ કોંગ્રેસ સંસદીય દળના સચિવ બન્યા હતા. કે સુરેશ ઓક્ટોબર 2012 થી 2014 સુધી મનમોહન સિંહ સરકારમાં કેન્દ્રીય મંત્રી હતા.

Advertisement
Tags :
Advertisement