For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારતમાં પહેલીવાર ખાદી અને ગ્રામોદ્યોગનો વ્યવસાય 1.70 લાખ કરોડ રૂપિયાને પાર

06:21 PM Apr 21, 2025 IST | revoi editor
ભારતમાં પહેલીવાર ખાદી અને ગ્રામોદ્યોગનો વ્યવસાય 1 70 લાખ કરોડ રૂપિયાને પાર
Advertisement

નવી દિલ્હીઃ દેશના ખાદી અને ગ્રામોદ્યોગે નાણાકીય વર્ષ 2024-25માં ઉત્પાદન, વેચાણ અને રોજગાર સર્જનનો નવો રેકોર્ડ બનાવ્યો છે. છેલ્લા 11 વર્ષમાં વેચાણમાં 447 ટકા, ઉત્પાદનમાં 347 ટકા અને રોજગાર સર્જનમાં 49.23 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, નાણાકીય વર્ષ 2023-24માં 2013-14 ની સરખામણીમાં વેચાણમાં 399.69% અને ઉત્પાદનમાં 314.79% નો વધારો થયો હતો. KVICના ચેરમેન મનોજ કુમારે સોમવારે આ માહિતી આપી.

Advertisement

ખાદી અને ગ્રામોદ્યોગના ચેરમેન મનોજ કુમારે જણાવ્યું હતું કે, KVICના આ ઉત્તમ પ્રદર્શને 2047 સુધીમાં 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવામાં અને ભારતને વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવામાં મોટો ફાળો આપ્યો છે. તેમણે આ ઐતિહાસિક સિદ્ધિનો શ્રેય પૂજ્ય બાપુની પ્રેરણા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી, MSME મંત્રાલયના માર્ગદર્શન અને દેશના દૂરના ગામડાઓમાં કામ કરતા લાખો કારીગરોની અથાક મહેનતને આપ્યો.

તેમણે કહ્યું કે, નાણાકીય વર્ષ 2013-14માં ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોનું ઉત્પાદન રૂ. 26109.07 કરોડ હતું, જ્યારે નાણાકીય વર્ષ 2024-25માં તે લગભગ ચાર ગણું વધીને 347 ટકાના ઉછાળા સાથે રૂ. 116599.75 કરોડ પર પહોંચી ગયું. નાણાકીય વર્ષ 2013-14માં વેચાણ રૂ. 31154.19 કરોડ હતું, પરંતુ નાણાકીય વર્ષ 2024-05માં તે લગભગ પાંચ ગણું વધીને 447ટકાના અભૂતપૂર્વ વધારા સાથે રૂ. 170551.37 કરોડ પર પહોંચી ગયું, જે અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ છે

Advertisement

છેલ્લા 11 વર્ષમાં ખાદીના કપડાંના ઉત્પાદનમાં અભૂતપૂર્વ વધારો થયો છે. નાણાકીય વર્ષ 2013-14માં ખાદીના કપડાંનું ઉત્પાદન 811.08 કરોડ રૂપિયા હતું, પરંતુ તે ૩૬૬ ટકાના ઉછાળા સાથે સાડા ચાર ગણું વધીને નાણાકીય વર્ષ 2024-25માં 3783.36 કરોડ રૂપિયા પર પહોંચી ગયું, જે અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.

તમને જણાવી દઈએ કે, ખાદીના કપડાંના વેચાણમાં પણ જબરદસ્ત વધારો થયો છે. નાણાકીય વર્ષ 2013-14માં તેનું વેચાણ માત્ર 1081.04 કરોડ રૂપિયા હતું, પરંતુ નાણાકીય વર્ષ 2024-25માં તે 561 ટકા વધીને લગભગ સાડા છ ગણું વધીને 7145.61 કરોડ રૂપિયા થયું. વડા પ્રધાન મોદી દ્વારા ખાદીના મોટા પ્લેટફોર્મ પરથી પ્રમોશનની ખાદીના કપડાંના વેચાણ પર ભારે અસર પડી છે.

Advertisement
Tags :
Advertisement