સુરેન્દ્રનગર અને વઢવાણની 5 આંગણવાડીમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ખોરાકને સેમ્પલ લેવાયા
- મધ્યાહન ભોજનની રસોઈની ગુણવત્તાની તપાસ કરાઈ,
- જૂન મહિનામાં 9 રેગ્યુલર, 36 સર્વેલન્સ સહિત 45 ખાદ્યચીજસ્તુઓના સેમ્પલો લેવાયા હતા,
- ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ફરસાણ અને મીઠાઈના વેપારીઓને ત્યાં સર્ચ કર્યું
સુરેન્દ્રનગરઃ ચોમાસા દરમિયાન ખોરાક લેવામાં ખૂબ કાળજી રાખવી પડતી હોય છે. ભેળસેળયુક્ત અને વાસી ખોરોકને લીધે આરોગ્યને હાની પહેંચતી હોય છે. આથી જિલ્લાના ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સમયાંતરે ફરસાણ અને મીઠાઈના વેપારીઓને ત્યાં સર્ચ કરવામાં આવતું હોય છે. આ વખતે ફુડ-ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ સુરેન્દ્રનગર અને વઢવાણની 5 જેટલી આંગણવાડીમાં ચાલતા મધ્યાહ્ન ભોજન યોજનામાં રસોઈની ગુણવત્તા અંગે તપાસ કરવામાં આવી હતી. તેમજ ખોરાકના નમુના લેવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર, વઢવાણ વિસ્તારની આંગણવાડીઓ કે જેમાં મધ્યાહન ભોજન બનાવી બાળકોને આપવામાં આવે છે. ફુડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા 5 આંગણવાડીમાં તપાસ કરવામાં આવી હતી.આ આંગણવાડીઓમાંથી રો-મટિરિયલ્સ અને તૈયાર થયેલા ખોરાક સહિત 25 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આમ આ કાર્યવાહી સાથે શહેરના જુદા વિસ્તારોમાં 9 રેગ્યુલર અને 36 સર્વેલન્સ સહિત 45 ખાદ્ય-ચીજસ્તુઓના સેમ્પલો લઇને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા હતા.
જિલ્લામાં આરોગ્ય સાથે ચેડાં કરીને ખાદ્ય-ચીજ વસ્તુઓના વેપારીઓ લોકોને પધરાવી રહ્યા છે. ત્યારે આવા લોકો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ હતી. છેલ્લા એક મહિના દરમિયાન સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારો તેમજ જિલ્લા સહિતના સ્થળોએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું. આરોગ્ય માટે હાનિકારક શંકાસ્પદ ખાદ્ય વસ્તુઓના સેમ્પલોની કામગીરી કરવામાં આવી હતી.
જિલ્લાના ફૂડ ઇન્સ્પેકટર પી.બી. સાવલીયા સહિતની ટીમે સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારની આંગણવાડીઓમાં તપાસ કરી હતી. જેમાં સુરેન્દ્રનગર-વઢવાણ શહેરની 5 આંગણવાડીમાં ફૂડ વિભાગનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને 25 સેમ્પલ લેબમાં મોકલાયા હતા. આ ઉપરાંત છેલ્લા એક માસમાં 9 રેગ્યુલર, 36 સર્વેલન્સ સહિત 45 ખાદ્યચીજસ્તુઓના સેમ્પલો લેવાયા હતા. જેથી ભેળસેળ કરનાર વેપારીઓમાં દોડધામ મચી હતી. તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવતા ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ કરનાર વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.